Aug 13, 2025
રાંધણ છઠના દિવસે બધા જ ઘરોમાં ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જે શીતળા સાતમના દિવસે ખાઇ શકાય.
તમે શક્કરપારા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. તેનાથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.
મેંદાનો લોટ, રવો, મીઠું, દળેલી ખાંડ, ઘી, પાણી, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાના લોટમાં રવો, મીઠું અને ઘી નું મોણ એડ કરી બરાબર મિક્સ કરો.
બીજી બાજુ એક તપેલીમાં પાણી લઇ ખાંડને પાણીમાં ઓગાળી લો. તે પાણીથી કઠણ લોટ બાંધી લો. આ પછી તેને કલાક ઢાંકીને રહેવા દો.
હવે લોટમાંથી લુઓ લઇ મોટી જાડી રોટલી વણી લેવી. આ પછી તેને તમારા પસંદ પ્રમાણે પીઝા કટર અથવા ચપ્પુથી આકાર આપી કટ કરો.
આ પછી એક પેનમાં ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેમાં શક્કરપારાના ટુકડા નાખો અને ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
આ પછી તેને ઝારાથી બહાર કાઢી એક વાસણમાં લઇ લો. આ રીતે તમારા ટેસ્ટી શક્કરપારા તૈયાર થઇ જશે.
તે ઠંડા પડે એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો. શીતળા સાતમના દિવસે ખાઇ શકો છો. તેને ચા સાથે સર્વ કરો. શરૂઆતમાં શક્કરપારા પોચા લાગશે પણ ઠંડા થતાં તે કડક થઇ જશે.