Tamatar Chaat Recipe : ટામેટાના ભજિયા માંથી બનાવો અનોખી ટમાટર ચાટ, નોંધી લો ખાસ રેસીપી

Jul 07, 2024, 04:57 PM

ટમાટર ચાટ

આખા ટામેટાના ભજીયા બનાવી તેના બે ભાગ કરવામાં આવે છે તેમાં લીલી ચટણી, મીઠી ચટણી, ડુંગળી, ઝીણી સેવ, દાડમ વગેરે નાખીને ચાટ બનાવામાં આવે છે. ખાસ વાત એ છે કે આમ એજ ટામેટાની પ્યુરીમાં બધું એડ કરીને બને છે.

સામગ્રી

4-5 મોટા ટામેટા, 200 ગ્રામ ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર પાઉડર, ચપટી હિંગ, તળવા માટે તેલ, 1 સમારેલ ડુંગળી, 2 ચમચી સીંગદાણા, 2 ચમચી ઝીણી સેવ, 2 ચમચી દાડમ, 2 ચમચી કોથમીર, 1 ચમચી ફુદીનાની ગ્રીન ચટણી, 1 કપ મમરા, 1 લીંબુનો રસ, 1 કપ તળેલી મસાલા ચણાની દાળ

ચણાના લોટનું બેટર

સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર પાઉડર, અને જરુર મુજબ પાણી નાખો અને બેટર તૈયાર કરો.

ટમાટર ચાટ રેસીપી

ટામેટાને સારી રીતે ધોઈને ચણાના લોટના બેટરમાં ડીપ કરો, એક કડાઈમાં તેલ ગરમ થઇ થાય એટલે બધા ટામેટાના ભજીયા ઉતારો.

ટમાટર ચાટ રેસીપી

ત્યારબાદ ટામેટાના 2 સ્લાઈસ કરીને ભજીયામાંથી ટામેટું કાઢીને તેની ચટણી બનાવો, તેમાં ડુંગળી, સીંગદાણા,ઝીણી સેવ, દાડમ,કોથમીર, ફુદીનાની ગ્રીન ચટણી, મમરા, લીંબુનો રસ અને તળેલી મસાલા ચણાની દાળ નાખી સારી રીતે ચમચીથી મિક્ષ કરો.

હવે બધી ભજીયાની બાસ્કેટમાં આ સ્ટફિંગ ભરીને એક ડીશમાં લઇ સર્વ કરો.

kids lunch box recipe : બાળકોના લંચ બોક્સમાં મુકો હેલ્થી આલુ પરાઠા બાઈટ્સ