1 બાઉલ ઘઉંનો લોટ બાંધેલો, 1 વાટકીમાં કોરો ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 1 વાટકી ઘી.
સૌ પ્રથમ લચ્છા પરાઠાનો થોડો કઠણ લોટ બાંધી કણક તૈયાર કરો. કણકને 10 મિનિટ માટે રેસ્ટ આપો.
હવે કણકમાંથી થોડો લોટ લઈને રોટલી વણો, ત્યારબાદ એમાં ઘી અને કોરો લોટ ઉપરથી છાંટો, હવે પટ્ટી કરીને ફરી રોટલીને ગોળ કરીને લચ્છા રોટલી બનાવો.
હવે કુકરને પ્રિ હિટ કરો અને સહેજ આડું મુકો, અને બધી વળેલી રોટલીને અંદર કુકરમાં મુકો ત્યારબાદ તેણે બન્ને સાઈડમાં શેકાવા દો.