ઉનાળો આવતાની સાથે જ માર્કેટમાં તરબૂચ આવવાના શરૂ થઈ જાય છે. લોકો તરબૂચ ખુબ પ્રમાણમાં ખાય છે.
જોકે, લોકો તરબૂચ ખાઈને છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ હવે તમે છાલ ફેંકવાની ભૂલ ના કરતા.
કારણ કે તરબૂચની છાલમાંથી ટેસ્ટી અને હેલ્થી હલવો બનાવી શકાય છે અને રેસીપી પણ એકદમ સરળ છે
તરબૂચના છાલ, ખાંડ, મિલ્ક પાઉડર, ઈલાયચી પાઉડર, ડ્રાયફ્રૂટ્સ, કેસર, દૂધ, ઘી
તરબૂચની છાલ પરથી લીલો ભાગ છોલી દો. અને ત્યારબાદ તેને મખણી વડે એકદમ છીણી છીણી દો અને તેમાંથી પાણી નીચોવી દો.
પછી એક કઢાઈમાં બે ચમચી ઘી નાંખીને ચીણને હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ પકવા દો.
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાંખો અને ફરી 5-7 મિનિટ ધીમી ફ્લેમ પર પકવા દો.
છીણનો રંગ બદલાશે હવે તેમાં કેસરવાળું દૂધનાંખો, મિલ્ક પાઉડર, ઈલાયચી પાઉડર નાંખીને ફરી પકવા દો.
ત્યારબાદ ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટને ઉમેરો અને થોડીવાર પકવા દો આમ તૈયાર થઈ જશે તમારો સ્વાદિષ્ટ હલવો.