May 28, 2025
સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં મરચાને તળીને ખાવામાં આવે છે. પરંતુ આ મરચા સીદી રીતે જ તળવામાં આવે છે.
પરંતુ આજે અહીં તળેલા મરચાની યુનિક સ્ટાઈલ વિશે વાત કરવાના છીએ. જે બન્યા પછી તેનો સ્વાદ ચાર ગણો વધી જશે.
આ તળેલા મરચા બનાવવાની રીત પણ એકદમ સરળ છે. અને ફટાફટ બની પણ જશે.
તો ચાલો નોધી લો ભોજનના સ્વાદમાં વધારો કરતા તળેલા મરચાની યુનિક રેસીપી.
લીલા મરચા, ફૂદીનો, લીલા ધાણા, લસણ, મીઠું, જીરું,હળદર, લીંબુ, તેલી
લીલા મરચાને ચપ્પા વડે ચીરો કરીને તેમાંથી બીજ કાઢીને બાજુ પર રાખો.
તળેલા મરચા માટે પેસ્ટ બનાવવા માટે એક મીક્સર જારમાં ફૂદીનો, કોથમીર, લસણની કળિયો, મીઠું અને જીરુ નાંખીને ક્રસ કરી દો.
એક કઢાઈમાં જરૂર પ્રમાણે તેલ લઈને ગરમ થવા દો. ત્યાર બાદ કાપેલા લીલા મરચા નાંખો અને પેસ્ટ ઉમેરો.
ત્યારબાદ ધાણાજીરુ પાઉડર, મીઠું, લીંબુનો રસ, હળદરને સારી રીતે મીક્સ કરી દો.
હવે ઢાંકણ ઢાંકીને થોડીવાર ચડવા દો. ઢાંકણ હટાવીને સારી રીતે મીકસ કરો. આમ તૈયાર થઈ જશે તમારા તળેલા મરચા.