2 કપ મેંદો, 1/4 કપ મોણ માટે તેલ/ઘી ( જરૂર મુજબ), 1/2 ચમચી મીઠું, જરૂર મુજબ પાણી (લોટ બાંધવા માટે)
3 છૂંદો કરેલા બાફેલા બટાકા, 1/4 કપ લીલા વટાણા, 2 ચમચી આદુ-મરચાંની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 નાની, બારીક સમારેલી ડુંગળી, 2 ચમચી બારીક સમારેલા કોથમીર,
1 ચમચી જીરું, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી આમચૂળ પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી તેલ, તળવા માટે તેલ જરૂર મુજબ
એક મોટા બાઉલમાં મેંદો અને મીઠું લો, તેમાં મોણ માટેનું ઘી ઉમેરીને લોટને બરાબર મસળી લો હવે પાણી ઉમેરો.
પાણી નાખી કઠણ લોટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દો, એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે ડુંગળી ઉમેરીને આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
હવે આદુ-મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરીને એક મિનિટ સાંતળો, ત્યાર બાદ હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો અને સાંતળો.
હવે બાફેલા બટાકા, લીલા વટાણા, મીઠું અને આમચૂર પાવડર ઉમેરીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી, 5 મિનિટ મિનિટ માટે મધ્યમ આંચ પર શેકી ગેસ બંધ કરીને સ્ટફિંગને ઠંડુ થવા દો.
બાંધેલા લોટમાંથી નાના લુઆ લઇ પાતળી પૂરી વણી એમાં સ્ટફિંગ કરો, તેલ ગરમ કરી ઘૂઘરાને તળી લો, ઘૂઘરાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો અને ઠંડા થાય એટલે સર્વ કરો.