પાણીપુરી પકોડી ખાવી સૌને ગમે છે. જો કે બજારની પાણીપુરી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં તમે ઘરે પણ પાણીપુરી બનાવી શકાય છે.
હાલ બજારમાં પાણીપુરીની પકોડી અને પાણીના તૈયાર પેકેટ મળે છે. આવી સ્થિતિમાં પકડીનો રગડો જ ઘરે બનાવવો પડે છે. અહીં પાણીપુરીનો રગડો બનાવવાની રીત આપી છે.
બટાકા, સફેદ વટાણા, હળદર, મીઠું, સંચળ, પકડોનો મસાલો, લાલ કે લીલા મરચાની પેસ્ટ, કોથમીર
પાણીપુરીનો રગડો બનાવવા માટે સફેદ વટાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. પ્રેશર કુકરમાં પાણી નાંખી બટાકા અને સફેદ વટાણા બાફી લો
બટાકાની છાલ ઉતારો, પછી એક બાઉલમાં બાફેલા બટાકા અને વટાણા મેશ કરો
હવે તેમા મીઠું, સંચળ, હળદર, લાલ કે લીલા મરચાની પેસ્ટ અને તાજું કોથમીર ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો
ગેસ પર એક કઢાઇમાં રગડો અને પાણીપુરીનું તીખું પાણી ઉમેરી સહેજ ગરમ કરો
ચમચ વડે બટાકા અને વટાણા મેશ કરી બધી સામગ્રી મિક્સ કરો.
આ રીતે ઘરે પાણીપુરીનો રગડો બનાવી પકોડી ખાવાની મજા માણો.
ઘણા લોકોને ડ્રાય રગડો પસંદ હોય છે. આથી તમે રગડામાં તીખું પાણી ઉમેર્યા વગર પાણીપુરીનો રગડો બનાવી શકાય છે.