કાઠીયાવાડના પ્રખ્યાત દાણાદાર થાબડી પેંડા રેસીપી

Aug 01, 2025, 01:56 PM

થાબડી પેંડા રેસીપી

થાબડી પેંડા ગુજરાતના સૌરાષ્ટ્રની પ્રખ્યાત મીઠાઇ છે. દાણાદાર થાબડી પેંડા મોં મુકતા જ ઓગળી જાય છે. અહીં રક્ષાબંધન મીઠાઇ માટે થાબડી પેંડા બનાવવાની રેસીપી આપી છે.

થાબડી પેંડા બનાવવા માટે સામગ્રી

થાબડી પેંડા બનાવવા દૂધ ફુલ ક્રીમવાળું 1 લીટર, ખાંડ 1 વાટકી, ફટકડીનો પાઉડર 1 નાની ચમચી, બદામની કતરણ

દૂધ ઉકાળો

થાબડી પેંડા બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરી એક જાડા તળિયા વાળી કઢાઇમાં 1 લીટર દૂધને 5 - 7 મિનિટ ઉકાળો, ગેસ પર ફુલ આંચ પર દૂધમાં 1 - 2 ઉકાળો

દૂધમાં ફટકડી પાઉડર નાંખો

હવે દૂધમાં 1 નાની ચમચી ફટકડી પાઉડર નાંખો, તેનાથી દૂધ ફાટી જશે

દૂધને બરાબર હલાવો

હવે ગેસની આંચ ફુલ કરી દૂધને સતત હલાવતા રહો, જેથી કઢાઇના તળિયે દૂઝ દાઝી ન જાય

ખાંડ ઓગાળી કેરેમલ બનાવો

ગેસ ચાલુ કરી એક બીજી કઢાઈમાં 1 વાટકી ખાંડ ઓગાળી કેરેમલ બનાવો, ખાંડ ઓગાળવા માટે પાણી કે ઉમેરવાનું નથી. ખાંડ ઓગળીને બ્રાઉન થાય તેને કેરેમલ કહે છે, તે વધુ કડક ન થઇ જાય તેનું ધ્યાન રાખો

દૂધમાં કેરેમલ ઉમેરો

હવે ગેસની આંચ ફુલ કરી દૂધ વાળી કઢાઇમાં કેરેમલ ઉમેરી સતત હલાવો

દાણાદાર માવો બનશે

દૂધનું પાણી સંપૂર્ણ બળી જાય અને દાણાદાર માવો બને ત્યાં સુધી હલાવતા રહો

થાબડી પેંડા બનાવો

આ દૂધનો માવો સહેજ ઠંડો થવા દો, ત્યાર પછી હાથ વડે ગોળ પેંડા બનાવો, પેંડા પર બદામ કે કાજુ લગાવો

થાબડી પેંડા તૈયાર

આ રીતે ઘરે બનાવેલા થાબડી પેંડા 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે.