Jul 08, 2025
1/2 કપ ઘઉંનો લોટ, 1/4 કપ બાજરીનો લોટ, 1/4 કપ જુવારનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ
1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1/4 કપ ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર, 1/4 કપ છીણેલું ગાજર
1/4 કપ સમારેલા પાલકના પાન, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી ધાણાજીરું પાવડર, 1/4 ચમચી જીરું, ચપટી હિંગ, મીઠું સ્વાદ મુજબ, છાશ અથવા પાણી (લોટ બાંધવા માટે), શેકવા માટે તેલ અથવા ઘી
એક મોટા બાઉલમાં ઘઉં, બાજરી, જુવાર, ચણા અને ચોખાનો લોટ લો. બધા લોટને બરાબર મિક્સ કરી લો, એમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, કોથમીર, છીણેલું ગાજર નાખો.
હળદર, લાલ મરચું, ધાણાજીરું, જીરું, હિંગ અને મીઠું ઉમેરો. બધી સામગ્રીને લોટ સાથે સારી રીતે મિક્સ કરો, એમાં છાશ ઉમેરીને નરમ અને લચકદાર લોટ બાંધો. લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ન હોવો જોઈએ. તેને 15 મિનિટ માટે ઢાંકીને શેટ કરો.
એક નોન-સ્ટીક પેન ગરમ કરો, થાલીપીઠને પાટલી પર ગોળ વણી લો, ગરમ તવા પર થોડું તેલ અથવા ઘી લગાવો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો અને ગરમ ગરમ થાલીપીઠ દહીં, અથાણું, ચટણી સાથે સર્વ કરો.