Jul 03, 2025
2 કપ ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ, જરૂર મુજબ પાણી
10 લીલા મરચાં, 10 નંગ લસણની કળીઓ, શિંગદાણા (શેકેલા): 1/4 કપ, 1 ચમચી જીરું, 1/2 ચમચી રાઈ, 1/4 ચમચી હિંગ, 2 ચમચી કોથમીર, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ
એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું લો, તેમાં ૨ ચમચી તેલ ઉમેરી ધીમે પાણી ઉમેરતા જઈને નરમ લોટ બાંધો.
એક કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો તેમાં જીરું અને રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ ઉમેરો, લીલા મરચાં અને લસણ ઉમેરી સાંતળો.
આ મિશ્રણને ઠંડુ થવા દો, તેને મિક્સર ગ્રાઈન્ડરમાં (પાણી વગર) અધકચરું પીસી લો.શિંગદાણા ઉમેરતા હોવ, તો તેને પણ આ જ મિશ્રણ સાથે અધકચરા પીસી લો.
એક કડાઈમાં બાકીનું 1 ચમચી તેલ ગરમ કરો, તેમાં પીસેલો થેચો ઉમેરીને ધીમા તાપે 3 મિનિટ સાંતળો, જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય.
તેમાં મીઠું, ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ (જો વાપરતા હો તો) ઉમેરી બરાબર મિક્સ કરો, થેચા તૈયાર છે.
બાંધેલા લોટમાંથી રોટલી વણો થેચો મૂકીને બધી બાજુ ફેલાવો, હવે પરાઠાને પેન ગરમ કરીને બન્ને સાઈડ સેકી લો, થેચા પરાઠાને ચા સાથે પણ તેનો સ્વાદ અદ્ભુત લાગે છે.