જો તમારે નાસ્તામાં કંઈક તીખું ખાવાનું મન થતું હોય તો તમે ઘરે બેશનમાંથી બનતી તીખી સેવ બનાવી શકો છો.
તીખી સેવ એકવાર બનાવ્યા બાદ લાંબા સમય સુધી નાસ્તામાં ખાઈ શકાય છે. પરંતુ તમારાથી ફરસાણની દુકાન જેવી ક્રિસ્પી તીખી સેવ બનતી નથી.
તો અહીં તીખી સેવ બનાવવાની સિક્રેટ રેસીપી જણાવીશું જેનાથી તમે ફરસાણની દુકાન જેવી ક્રિસ્પી સેવ બનાવી શકશો.
500 ગ્રામ ચાળેલું બેશન, મીઠું, અજમો, હળદળ, કાશ્મિરી લાલ મરચું, કાળામરી પાઉડર, કસૂરી મેથી, ખાવાનો સોડા અને તેલ, લીલું મરચું.
સૌથી પહેલા એક તાસમાં 500 ગ્રામ ચાળેલો બેશનનો લોટ લેવો, તેમાં વચ્ચે જગ્યા બનાવી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી અજમો મસળીને નાંખવો.
ત્યાર બાદ અડધી ચમચી હળદર, મરી પાઉડર, ખાવાના સોડા, ચમચી કાશ્મિરી લાલ મરચું, બે ચમચી કસૂરી મેથી, અને બે ચમચી તેલ નાંખીને સારી રીતે મીક્સ કરી દો.
એક બાઉલમાં બે વાટકી ગરમ પાણીમાં ત્રણ ચમચી લીલા મચરાંની પેસ્ટ નાંખીને 10 મીનિટ રેસ્ટ કરવા દો અને ત્યારબાદ તેને ગાળી લો.
મસાલા કરેલા લોટને મરચાનું પાણી ઉમેરીને સારી રીતે તેનો લોટ બાંધવાનો છે. લોટ એકદમ પતળો નહીં અને એકદમ કઠણ નહીં એવી રીતે ઢીલો બાંધવાનો છે.
હવે સંચામાં સેવની બેલ્ડ લગાવીને લોટને સંચામાન નાંખીને ઉકળતા તેલમાં તળી લેવા. એકદમ ક્રિસ્પી થાય ત્યારે સેવને તેલમાંથી બહાર કાઢી લેવી.
આમ તૈયાર થઈ જશે ફરસાણની દુકાન જેવી ક્રિસ્પી સેવ. જેને એરટાઈટ કેન્ટેનરમાં સ્ટોરી કરીને લાંબા સમય સુધી ખાઈ શકાય છે.