મકરસંક્રાંતિ પર બનાવો તલ અને ગોળના પરાઠા, આવી રીતે કરો તૈયાર

Jan 13, 2025, 03:00 PM

14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર છે. દેશભરમાં ધુમધામથી ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં ઉત્તરાયણ પણ મનાવવામાં આવે છે.

લોકો અગાસી પર પતંગ ચગાવે છે. તલ, શેરડી ખાઇને આનંદ સાથે તહેવાર મનાવે છે. આ પ્રસંગે અમે તમને સ્વાદિષ્ટ ગોળ અને તલના પરાઠા બનાવવાની રેસીપી જણાવીશું. જે તમે તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.

તલ અને ગોળના પરાઠા બનાવવા માટેની સામગ્રી

2 કપ ઘઉંનો લોટ, અડધો કપ તલ, થોડા સીંગદાણા, ગોળ, ઘી, ઇલાયચી પાવડર, પાણી, મીઠું

ગોળ અને તલના પરાઠા બનાવવાની રીત

ગોળ અને તલના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ લોટમાં પાણી, મીઠું અને ઈલાયચીનો પાવડર ઉમેરી બરાબર મસળી લો.

ગોળનો ભુક્કો પણ તૈયાર રાખો.એક કડાઇમાં તલ ગરમ કરો અને અન્ય એક કડાઇમાં મગફળીને થોડી શેકી લો.

તેને શેક્યા પછી મિક્સરમાં નાખીને ભુક્કો કરી લો. હવે આ મસાલાને બાંધેલા લોટમાં ઉમેરીને ગોળ અને તલનું સ્ટફિંગ ભભરાવી પરોઠાની જેમ રોલિંગ કરો.

આ પરોઠાને તવા પર શેકો. તમે તેની ઉપર ઘી અથવા તેલ પણ લગાવી શકો છો.

આ રીતે તમે સરળતાથી ઘરે તલ અને ગોળના ટેસ્ટી પરાઠા તૈયાર કરી શકો છો.