Til ladoo recipe। શિયાળામાં તલના લાડુ ખાઓ અને ઇમ્યુનીટી વધારો, જાણો રેસીપી

Nov 11, 2024, 04:18 PM

તલની તાસીર ગરમ છે તેથી શિયાળામાં તે બોડીને ગરમ રાખવાનું કામ કરે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ, યકૃત અને કિડનીનું રક્ષણ ઉપરાંત રોગપ્રતિકારક શકિત વધારે છે. તમે સરળ રીતથી તલમાંથી બનતા લાડુ ઘરે બનાવી શકો છો, જાણો રેસીપી

સામગ્રી

1 1/4 કપ ગોળ, 1 1/4 કપ તલ (પોલીશ વગરના), 1/4 કપ શેકેલી મગફળીનો ભૂકો, 1/2 ટીસ્પૂન એલચી પાવડર, 1 ચમચી ઘી

તલ લાડુ રેસીપી

સૌ પ્રથમ ગોળનો ભૂકો કરી લો, ત્યારબાદ એક કડાઈ ગરમ કરો અને એમાં ઘી નાખો અને ગોળને ગરમ કરો.

તલ લાડુ રેસીપી

ગોળ કુક થઇ જાય અને ચાસણી તૈયાર જાય એટલે શેકેલી સિંગનો ભૂકો, ઈલાયચી પાઉડર અને શેકેલા તલ નાખો.

તલ લાડુ રેસીપી

બધું મિશ્રણ સારી રીતે ગોળમાં મિક્ષ થઇ જાય એમ સતત હલાવતા રહો થઇ જાય એટલે ગેસ બંધ કરો.

તલ લાડુ રેસીપી

હવે મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે એના લાડુ બનાવો અને સર્વ કરો. તલનું સેવન શિયાળામાં ખુબજ ગુણકારી માનવામાં આવે છે.

Broccoli Soup Recipe | શિયાળામાં તંદુરસ્ત રહેવા પીવો બ્રોકલી સૂપ, જાણો રેસીપી