Jan 06, 2025
ઉત્તરાયણમાં તલ ચીકી, સીંગ ચીકી, ડ્રાયફૂટ્સ ચીકી જેવી વિવિધ ચીકી ખાવામાં આવે છે. ઘણા લોકો બજારમાંથી ચીકી ખરીદે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
ઉત્તરાયણ સ્પેશિયલ તલ સીંગ ચીકી બનાવવાની રેસીપી આપવામાં આવ છે. તમે ઘરે સરળ રીતે ઝડપથી તલ સીંગ ચીકી બનાવી શકો છો.
શેકેલા તલ અને સીંગદાણા, ગોળ, તેલ
તલ સીંગી ચીકી રેસીપી તલ અને સીંગદાણા શેકી લો. સીંગદાણા શેકી લીધા બાદ ફોંતરા કાઢી સાફ કરી લો. હવે તલ અને સીગદાણાને અધકચ્ચરા ખાંડી લો.
ગેસ ચાલુ કરી એક કડાઈમાં તેલ અને ગોળ નાંખી પાયો તૈયાર કરો. એક તારની ચાસણી જેવો ગોળનો પાયો તૈયાર કરવો. ગોળનો પાયો બહુ કડક ન થાય તેનું ધ્યાન રાખો નહીત્તર ચીકી કડક બનશે.
હવે આ ગોળના પાયામાં ખાંડેલા તલ અને સીંગદાણા નાંખી બધી સામગ્રી બરાબર મીક્સ કરી લો.
એક ટ્રે કે થાળીમાં તેલ લાગી તલ સીંગનું મિશ્રણ નાંખી બરાબર સમતલ કરી લો. તમે સાફ પ્લાસ્ટિક પર તેલ લગાવી વેલણ વડે વણી પણ શકો છો.
તલ સીંગ ચીકી થોડીક ઠંડી થાય બાદ ચાકુ કે કટર વડે ચોરસ ટુકડામાં કાપી લો.
ઉત્તરાયણ સ્પેશિયલ તલ સીંગ ચીકી તૈયાર છે. આ ચીકીને હવાચુસ્ત ડબ્બામાં સ્ટોર કરો અને મજા માણો.