Dates : સારી ક્વોલિટીની અને નકલી ખજૂર આ રીતે ઓળખો, જાણો ટિપ્સ રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઇ ગયો છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઈબાદત કરે છે અને રોજા રાખે છે. રોજા દરમિયાન તેઓ દિવસ દરમિયાન કંઇ ખાતા કે પીતા નથી, સાંજે નમાજ અદા કરીને ઈફતારી કરીને રોજા તોડે છે અને વહેલી સવારમાં સહેરી દરમિયાન ખાય છે. રોજામાં દિવસભર પાણી પીવાની છૂટ નથી. એટલે કે આખો દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવું પડે છે. સાથે જ ઈફ્તારના સમયે સૌથી પહેલા ખજૂર ખાવાનો નિયમ છે. ખજૂર ખાવાથી શરીરને જરૂરી પોષણ મળે છે અને પાચનક્રિયા સુધરે છે. તેથી રમઝાનમાં ખજૂર ખાવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. રમઝાન માસ નિમિત્તે વિવિધ પ્રકારની ખજૂર બજારમાં આવી હોવા છતાં મોંઘવારીને કારણે ખજૂર અને અન્ય ડ્રાયફ્રૂટ્સના ભાવમાં અમુક અંશે વધારો થયો છે. બજારમાં મળતી વિવિધ ખજૂરમાં યોગ્ય પ્રકારની ખજૂરની પસંદ કરવી મુશ્કેલ છે. પરંતુ, સરળ રીતે તમે નકલી અને સારી ગુણવત્તાવાળી ખજૂરની સરળતાથી ઓળખી શકો છો. સારી ક્વોલિટીની ખજૂર સામાન્ય રીતે નરમ અને સુંવાળી હોય છે, એક સમાન રંગ ધરાવે છે અને ખૂબ સૂકી અથવા ખૂબ ચીકણી હોતી નથી. ખજૂરને બજારમાં વધુ વહેંચાય તે હેતુથી ઘણીવાર ખાંડ સાથે કોટ કરવામાં આવે છે. તેથી અસલી ખજૂર ઓળખવા માટે, તેમને હળવાશથી દબાવો. એવી ખજૂર પસંદ કરો જે કુદરતી મીઠાશ ધરાવે છે અને સ્વચ્છ અને સીલબંધ પેકેજિંગમાં હોય જેથી કરીને તમે તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકો. આ પણ વાંચો: nnRamadan : આ સુપર ફૂડ્સનું સેવન રમઝાનમાં કરો સેવન, એનર્જી જળવાઈ રહેશે