ફેશિયલનું પહેલું પગલું સ્કીનને સાફ કરવાની હોઈ છે આ માટે, એક ચમચી કાચા દૂધમાં ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરો. તેને રૂની મદદથી તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને ધીમેથી સાફ કરો.
હળદર અને ખાંડનું મિશ્રણ કુદરતી સ્ક્રબનું કામ કરે છે. અડધી ચમચી ખાંડ અને એક ચમચી હળદર મિક્સ કરો અને તેને ગોળાકાર ગતિમાં હળવા હાથે ઘસો.
અડધી ચમચી મધ અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 5-10 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં મસાજ કરો.
એક ચમચી હળદર, બે ચમચી ચણાનો લોટ અને થોડું કાચું દૂધ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. પછી હુંફાળા પાણીથી ધોઈ લો.
ફેશિયલના છેલ્લા સ્ટેપમાં ગુલાબજળનો ઉપયોગ કરો. એક સ્પ્રે બોટલમાં ગુલાબજળ ભરો અને તેને તમારા ચહેરા પર સ્પ્રે કરો. તેને હળવા હાથે થપથપાવીને ત્વચામાં શોષાઈ જવા દો.
આ ફેશિયલ તમારી ત્વચાને માત્ર નિખારતું નથી પણ તેને સ્વસ્થ પણ બનાવે છે. મહિનામાં 1-2 વાર આવું કરવાથી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ વાત એ છે કે આ માટે તમારે મોંઘા પાર્લરમાં જઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે ઘરે ઉપલબ્ધ કુદરતી વસ્તુઓથી તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો.