કારેલાની કડવાશ દૂર કરવાની ટિપ્સ

Jun 09, 2025, 01:53 PM

કારેલા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ કડવા કારેલા બહુ ઓછા લોકોને ભાવતા હોય છે. કારેલામાં આયરન, ફાઇબર, વિટામીન એ, વિટામીન સી તેમજ ઝિંકની માત્રા સારામાં સારી હોય છે. તે અનેક બીમારીઓને દૂર કરી કરી શકે છે.

કારેલા (Bitter gourd) ખાવામાં કડવો હોઈ શકે છે પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે.

જો તમે પણ કારેલાની કડવાશને કારણે ખાતા નથી, તો અહીં કેટલીક ટિપ્સ જાણો જે કારેલાની કડવાશ દૂર કરવામાં મદદ કરી શકે છે.

ગોળ અથવા ખાંડ ઉમેરો

કારેલાની કડવાશ દૂર કરવા માટે, તમે તેને બનાવતી વખતે થોડી ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો.

પાણીમાં પલાળી રાખો

કારેલાની કડવાશ દૂર કરવા માટે, તમે તેને મીઠાના પાણીમાં પલાળી શકો છો. આ રીતે કારેલાની કડવાશ ઓછી થશે.

તેલની મદદ લો

કારેલાને તેલમાં તળવાથી તેની કડવાશ દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.

કારેલા કેવી રીતે કાપવા

કારેલાને યોગ્ય રીતે છોલીને કાપવાથી તેની કડવાશ ઓછી થાય છે. તેની છાલ યોગ્ય રીતે કાઢીને તેના બીજ અલગ કરો.

દહીંનો ઉપયોગ કરો

દહીં કારેલાની કડવાશ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. આ માટે કારેલાને દહીં અથવા છાશમાં પલાળી રાખો. આ રીતે કારેલાનો સ્વાદ બિલકુલ કડવો નહીં લાગે.

મોઢામાં ચાંદા પડવાનું કારણ માત્ર પાચન સમસ્યા નથી, આ પણ હોઈ શકે કારણો