તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયર અને તેના કલાકારો બહુ લોકપ્રિય છે. આ સિરિયલના આત્મારામ તુકારામ ભીડેની ફેવરિટ વાનગી છે કોથમીર વડી, જે મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી છે. મરાઠીમાં તેને કોથંબીર વડી કહેવાય છે. અહીં કોથમીર વડી રેસીપી આપી છે, જે તમારે ઘરે ટ્રાય કરવી જોઇએ.
લીલું કોથમીર ઝીણું સમારેલું, ચણાનો લોટ, ચોખાનો લોટ, લીલા મરચા આદુ અને લસણની પેસ્ટ, જીરું, લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, તેલ, હીંગ, ધાણાજીરું પાઉડર, તેલ અને પાણી
કોથમીર વડી બનાવવા માટે સૌથી પહેલા 2 વાટકી જેટલું લીલું કોથમીર બારીક સમારો, પછી 4 થી 5 વખત પાણીમાં બરાબર ધોઇ લો
એક ખાંડણીમાં લીલા મરચા, આદુ, લસણ અને જીરું વાટીને પેસ્ટ બનાવો
હવે એક બાઉલમાં 1 વાટકી ચણાનો લોટ અને ચોખાનો લોટ લો
પછી તેમા લીલા મરચા આદુ લસણ અને જીરાની પેસ્ટ, લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, હીંગ, ધાણાજીરું પાઉડર ઉમેરો
ત્યાર પછી તેમા પાણી ઉમેરી નરમ લોટ બાંધો, આ લોટ માંથી જેવી રીતે મુઠીયા બને છે તેવા ગોળ અને લાંબા રોલ બનાવો
હવે એક સ્ટીમર કે તપેલીમાં પાણી ગરમ કરો, તેમા લોટના ગોળ લાંબા રોલ 20 મિનિટ સુધી બાફો, બફાઇ ગયા બાદ તેને નાના નાના ગોળ આકારમાં કટ કર
ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરો, તેમા થોડુંક તેલ નાંખી કોથમીર વડીને ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યા સુધી ફ્રાય કરો
આ કાથમીર વડી ગ્રીન ચટણી અને સોસ સાથે ખાવાની મજા માણો. ઘરે બનાવેલી કોથમીર વડી 2 થી 3 દિવસ સુધી ફ્રેશ રહે છે.