Mar 12, 2024

Tofu Vs Paneer : ટોફુ અને પનીરમાંથી શેનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?, જાણો અહીં

Shivani Chauhan

પનીર અને ટોફુ બન્નેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. કોઈ ટોફુનું સેવન કરે છે તો કોઈ પનીરનું પંરતુ ખરેખર સ્વાસ્થ્ય માટે કહ્યું ફાયદાકારક ગણી શકાય?

પનીરએ ડેયરી પ્રોડક્ટ છે તે ગાય કે ભેંસ ના દૂધમાંથી બનાવામાં આવે છે.

જયારે ટોફુ સોયાબીન નામના કઠોળમાંથી બનાવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, પનીરમાં ટોફુ કરતા વધુ કેલરી હોય છે.

પનીરની સરખામણી ટોફુ સાથે કરીયે તો ટોફુમાં પનીર કરતા વધુ ફાઈબર અને પોટેશિયમ હોય છે.

જે કે લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે ડેયરી પ્રોડક્ટની એલર્જી હોય તેઓ એ  લોકો માટે ટોફુ બેસ્ટ ઓપ્શન છે.

પનીરની સરખામણીમાં ટોફુમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે જે આખા શરીરમાં ઓક્સિજન વહન કરવામાં મદદ કરે છે.

પનીરમાં કોલેસ્ટ્રોલ હોય છે જ્યારે ટોફુ કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. આ ટોફુને પનીરનો હેલ્થી ઓપ્શન છે.

ટોફુ આઇસોફ્લેવોન્સ પ્રદાન કરે છે, જે પનીરમાં ગેરહાજર છે.

પનીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે જે હૃદય રોગવાળા લોકો માટે યોગ્ય નથી.

આ પણ વાંચો:nnWeight Loss Tips : વજન ઘટાડવા આટલું કરો, જલ્દી ઘટશે વજન

Source: canva