રીંગણના ભરથાને ટક્કર માટે એવું ટ્રાય કરો ટામેટાનું ભરથું, ફટાફટ બની જશે

May 15, 2025, 12:32 PM

ટામેટાનું ભરથું

મોટાભાગે લોકોએ રીંગણનું ભરથું ખાતા હોય છે. પરંતુ શું તમે ટામેટાનું ભરથું ક્યારેય ખાધું છે.

ટામેટાનું ભરથું

વિચારતા થોડું અલગ લાગશે પરંતુ ટામેટાનું ભરથું સ્વાદમાં એકદમ જોરદાર હોય છે

ટામેટાનું ભરથું

ટામેટાનું ભરથું બનાવવું એકદમ સરળ છે અને ફટાફટ પણ બની જાય છે. ભાત સાથે ખાવામાં સ્વાદ બમણો થઈ જાય છે.

સામગ્રી

લાલ સૂકા મરચાં, લસણ, ટામેટા, ડુંગળી, લાલ મરચાં, લીલા ધાણા, મીઠું, તેલ

ટામેટાનું ભરથું બનાવાની રીત

ટામેટાનું ભરથું બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં બે ચમચી તેલ લો અને તેમાં લસણની કળિયો અને લાલ મરચાં શેકો કે ફ્રાય કરો.

ટામેટાનું ભરથું બનાવાની રીત

પેનમાંથી લસણ અને મરચાને બહાર કાઢીને એજ તેલમાં કાપેલી ડુંગળી પણ ફ્રાય કરી લઈશું.

ટામેટાનું ભરથું બનાવાની રીત

ત્યારબાદ બહાર કાઢીને તેમાં ટામેટાને બે ભાગમાં કાપીને સેકી લઈશું.એક બાઉલમાં બધું ભેગું કરીને હાથવડે મસળી લઈશું.

ટામેટાનું ભરથું બનાવાની રીત

ત્યારબાદ તેમાં ઉપરથી લાલ મરચું પાઉડર, મીઠું અને કાપેલા લીલા ધાણા ઉમેરીને ફરી મસળીને સારી રીતે મીક્સ કરી લઉશું.

ટામેટાનું ભરથું બનાવાની રીત

આમ તૈયાર થઈ જશે ટામેટાનું ભરથું જેને ભાત સાથે ખાવાથી સ્વાદ ચાર ગણો થઈ જશે.