ટામેટાની અનેક વાનગીઓ બનાવીને લોકો ખાતા હોય છે. શિયાળામાં ટોમેટો સૂપ હોય કે પછી સેવ ટામેટાનું શાક હોય.
જ્યારે ગૃહિણીઓને શાક બનાવવાનો કંટાળો આવે ત્યારે ટામેટાની ચટણીનો ઓપ્શન સારો છે
ટામેટાની ચટણી ટેસ્ટની સાથે હેલ્થ માટે પણ સારી છે અને આ એકદમ ફટાફટ બની જાય છે.
ટામેટા, લસણ, લીલા મરચા, ફૂદીનો, સિંગદાણા, મસાલિયાના મસાલા, લીલા ધાણા.
ટામેટાની ચટણી બનાવવા માટે ઘરના સભ્યોને ધ્યાનમાં રાખીને ટામેટા લેવાના. ટામેટાને ગેસ પર સેકી દેવા.
ત્યારબાદ લસણને ગેસ પર સેકી દેવું, લીલા મરચા પણ ગેસ પર સેકી દેવા.
ત્યારબાદ ટામેટાની ઉપરની છાસ કાઢી લેવી, સેકલું લસણ અને મરચાં ભેગા કરવા.
ત્યારબાદ આ બધું એક હેન્ડ ક્રસરમાં નાંખી, ઉપર મીઠું, મરચું, હળદર, લીલા ધાણા નાંખી ક્રસ કરી દેવું.
થોડા સિંગદાણાને ક્રસ કરીને આ મીક્સરમાં નાંખી દેવું. અને સારી રીતે મીક્સ કરી દેવું.
આમ તમારી ટામેટાની સ્વાદિસ્ટ ચટણી એકદમ તૈયાર થઈ જશે.