બાળકોને નાસ્તામાં બનાવી આપો પેકેટ જેવા જ ટોમેટો નાચોસ, સરળ રેસીપી

Jun 10, 2025, 02:45 PM

ટોમેટો નાચોસ રેસીપી

શાળાઓ ખુલી ગઈ છે અને હવે માતાઓને બાળકોના લંચ બોક્સમાં શું હેલ્થી વસ્તુ મુકવી એ ચિંતા ઊભી થઈ છે.

ટોમેટો નાચોસ રેસીપી

ત્યારે તમે બાળકોના ફેવરીટ અને પેકેટ જેવા જ ટોમેટો નાચોસ ઘરે બનાવી શકો છો. રેસીપી એકદમ સરળ છે.

ટોમેટો નાચોસ સામગ્રી

પાંચ લાલ ટામેટા, ઘઉંનો લોટ, મકાઈનો લોટ, ચોખાનો લોટ, કાશ્મિરી લાલ મરચું, હળદર પાઉડર, દાણાજીરું પાઉડર,

ટોમેટો નાચોસ સામગ્રી

શેકેલા જીરું પાઉડર, મરી પાઉડર, મેંગી મસાલો, ચાટ મસાલો, તેલ, મીઠું, સંચળ પાઉડર,

ટામેટાની પ્યુરી તૈયાર કરવી

પાંચ ટામેટાને મીક્સર જારમાં ગ્રાઈન્ડ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને મરી પાઉડર ઉમેરીને મુકી દો.

માસાલો તૈયાર કરીશું

એક બાઉલમાં કાશ્મિરી લાલ મરચું, હળદર પાઉડર, દાણાજીરું પાઉડર, શકેલું જુરું પાઉડર, મરી પાઉડર,મીઠું, સંચળ પાઉડર, મેગીં મસાલો, અને ચાટ મસાલો ઉમેરી સારી રીતે મીક્સ કરીશું.

લોટ તૈયાર કરીએ

ત્યાર બાદ લોટ તૈયાર કરવા માટે એક થાળમાં એક કપ ઘઉંનો લોટ, એક કપ મકાઈનો લોટ અને એક કપ ચોખાનો લોટ લઈને તેમાં તેલનું મોયણ ઉમેરીને સારી રીતે મીક્સ કરી લો.

લોટ બાંધવો

ત્યાર બાદ આ લોટમાં ટામેટાની પ્યુરી નાંખીને તેને સારી રીતે મસળીને લોટ બાંધીશું. અહીં ધ્યાન રાખવું લોટ એકદમ કઠણ બાંધવાનો છે.

ટ્રાયએંગલ સેપમાં નાચોસ કાપીશું

તૈયાર થયેલા લોટમાંથી મોટો રોટલો બનાવીશું તેના ઉપર ફોગ ચમચીથી કાણાં પાડીશું. તેને ચોર આકારમાં કાપીને નાની સાઈઝના પટ્ટા કાપીશું.

ટ્રાયએંગલ સેપમાં નાચોસ કાપીશું

આ પટ્ટામાંથી ટ્રાયએંગલ સેપમાં નાચોસના ટૂકડા કાપીશું. અને ગરમ તેલમાં ફ્રાય કરીશું. કડક અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું.

મસાલો ભભરાવીશું

ફ્રાય થયેલા ટોમેટો નાસોચ ઉપર તૈયાર કરેલો મસાલો ભભરાવીશું. આમ બાળકોના એકદમ ફેવરીટ ટામેટો નાચોસ તૈયાર થઈ જશે.