ટામેટાના ભજીયા રેસીપી, નાસ્તામાં ચા સાથે મજા માણો !

Jun 26, 2025, 05:43 PM

ટામેટા બધાના કિચન ઉપલબ્ઘ શાકભાજી છે, વરસાદી માહોલમાં ગરમ ગરમ ભજીયા ખાવાની ઈચ્છા થાય તો ટામેટા ટેસ્ટી ચટપટા ભજીયા ચા સાથે નાસ્તામાં ખાવાની મજા પડે છે.

ટામેટાના ભજીયા સ્વાદમાં અદ્ભુત લાગે છે તે બનાવા પણ સરળ છે. અહીં જાણો સ્વાદિષ્ટ ટામેટાના ભજીયા ની રેસીપી

ટામેટાના ભજીયા રેસીપી સામગ્રી

4-5 પાકા ટામેટા, 1 કપ ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ (ક્રિસ્પી કરવા માટે), 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી ધાણા-જીરું પાવડર,

ટામેટાના ભજીયા રેસીપી સામગ્રી

1/4 ચમચી અજમો (હાથથી મસળીને), મીઠું સ્વાદ મુજબ, ઝીણી સમારેલી કોથમીર, પાણી જરૂર મુજબ, તળવા માટે તેલ

ટામેટાના ભજીયા ની રેસીપી

સૌ પ્રથમ, ટામેટાને બરાબર ધોઈને ગોળ સ્લાઈસમાં કાપી લો. સ્લાઈસ બહુ પાતળી કે બહુ જાડી ન હોય તેનું ધ્યાન રાખો.

ટામેટાના ભજીયા ની રેસીપી

એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરું પાવડર, અજમો અને સ્વાદ મુજબ મીઠું લો.

ટામેટાના ભજીયા ની રેસીપી

હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને એક ઘટ્ટ, ગાંઠ વગરનો બેટર તૈયાર કરો. બેટર ઇડલીના ખીરા જેવું ઘટ્ટ હોવો જોઈએ, જેથી ટામેટાની સ્લાઈસ પર બરાબર ચોંટી શકે.

ટામેટાના ભજીયા ની રેસીપી

બેટર માં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ આંચ પર ગરમ થાય એટલે, એક ટામેટાની સ્લાઈસને બેટરમાં ડુબાડીને બરાબર કોટ કરી લો.

ટામેટાના ભજીયા ની રેસીપી :

બેટરથી લપેટાયેલી ટામેટાની સ્લાઈસને ધીમેથી ગરમ તેલમાં મૂકો. એક સમયે કડાઈમાં જેટલા સમાય તેટલા પકોડા નાખો, મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

ટામેટાના ભજીયા ની રેસીપી

તળેલા પકોડાને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય, ગરમાગરમ ટામેટા પકોડાને લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

અજમા ના પાન ના ભજીયા રેસીપી , વરસાદી મોસમની મજા બમણી કરશે!