ખાવામાં જ્યારે પાપડ પણ સર્વ થતા હોય ત્યારે સ્વાદ બેગણો થઈ જાય છે. સ્નેક્સથી લઈને લંચ અને ડિનરમાં પાપડ ખાવા દરેકને પસંદ છે.
ક્રિસ્પી પાપડ અનેક પ્રકારના બનાવવામાં આવે છે. બટાકા, મગ, અડદ દાળ, ચોખાના પાપડ અથવા સાબુદાણાના પાપડ, કોઈપણ પાપડ હોય ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
આ ઉપરાંત તમે ટામેટાના પાપડની યૂનિક રેસીપી પણ ટ્રાય કરી શકો છે. આ પાપડને સરળતાથી ઘરે બનાવી શકાય છે. આ રહી સરળ રેસીપી
4-5 ટામેટા, 1/2 કપ સાબુદાણા, પાણી, કાશ્મીરી મરચું પાઉડર, મરી પાઉડર, 1 ચમચી જીરું, કોથમિર, મુઠું, પોલિથીન કે પછી સિલિકોન ચાદર
સૌથી પહેલા ટામેટાને સારી રીતે ધોઈને મિક્સરની જારમાં બારીક પીસી લો. હવે બીજા વાસણમાં આ પ્યુરીને ગળી લો.બીજ બહાર નીકળી જાય એ ધ્યાન રાખવું
મિક્સરમાં સાબુદાણાને નાંખીને દરદરું પીસી લો. હવે કેસ ઉપર ટામેટાની પ્યુરી અને સાબુદાણા નાંખો. તેમાં પાણી ઉમેરીને ઉકાળો.
ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું, મરી પાઉડર, જીરું, લિલા ધાણા અને મીઠું નાંખો, પ્યુરી ગાઢ બની જાય ત્યાં સુધી ઉકાળો.
પોલીથિન ચાદર ઉપર એક ચમચીની મદદથી ટામેટાની મીક્સર ગોળ આકારમાં પાતળું ફેલાવી દો. ત્યારબાદ આને તડકામાં સૂકાવા દો.આવી રીતે તૈયાર થઈ જશે તમારા ટામેટાના પાપડ.