2 કપ ઘઉંનો લોટ, પાણી જરૂર મુજબ, દેશી ઘી
સ્ટફિંગ માટે 1 ડુંગળી, સમારેલા ટામેટાં, 1 ઇંચ આદુ, 2 - 3 લીલા મરચાં, 4 -5 લસણની કળી, તાજા ધાણા, જરૂર મુજબ તેલ, 1 ચમચી જીરું, હિંગ, 1 ચમચી રાઈ, 2 ચમચી મીઠું, 1/2 ચમચી અજમો, 1 ચમચી ધાણા પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર, 1 ચમચી કસૂરી મેથી, 2 ચમચી ચણાનો લોટ, 1 કપ પૌઆ
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો એમાં રાઈ, જીરું, મીઠું, લસણ, તાજી કોથમીર, ટામેટા, આદુ, લીલા મરચાં,અજમો, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, કસૂરી મેથી, ચણાનો લોટ નાખો.
ત્યારબાદ એમાં પૌઆ અને કાચી ડુંગળી નાખો અને બધું મિક્સ કરો અને તેના ગોળ લાડુ જેમ શેપ આપો.
બધા પરાઠાને વણીને તૈયાર કરી લો ત્યારેબાદ પેન ગરમ કરો અને બધા પરાઠા શેકી લો.
હવે ગરમ ગરમ તૈયાર ટામેટા ના પરાઠા સર્વ કરો.