Jun 04, 2025

સ્વાદમાં જોરદાર એવી ટામેટા બટાકાની મસાલેદાર પુરી ઘરે બનાવો, સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Ankit Patel

મસાલા પુરી

સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં અલગ અલગ પુરીઓ બનતી હોય છે. પરંતુ શું તમે ટામેટા બટાકાની મસાલેદાર પુરી ટ્રાય કરી છે?

Source: social-media

સ્વાદિષ્ટ મસાલા પુરી

ટામેટા અને કાચા બટાકામાંથી બનતી આ પુરી સ્વાદમાં જોરદાર હોય છે અને ચા, ચટણી, શાક, દહીં બધા સાથે ખાવાની મજા પડી જાય છે.

Source: social-media

ટામેટા બટાકાની મસાલેદાર પુરી

ટામેટા બટાકાની મસાલેદાર પુરી બનાવવી એકદમ સરળ છે. તો ફટાફટ નોંધી લો પરફેક્ટ માપ સાથે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.

Source: social-media

સામગ્રી

ત્રણ ટામેટા, એક બટાકું, ચાર લસણની કળી, અડધો ઈંચ આદુનો ટુકડો, જીરું, કલોંજી, અજમો, સફદ તલ, ધાણા પાઉડર,

Source: freepik

સામગ્રી

મીઠું, ચીલી ફ્લેક્સ, હળદર, હીંગ, લીલા ધાણા, એક કપ ઘઉંનો લોટ, 1/4 કપ ચોખાનો લોટ,1 ટેબલ સ્પૂન ઘી, પુરી તળવા માટે તેલ

Source: freepik

ટામેટા બટાકાની પ્યુરી

એક મીક્સર જારમાં કાપેલા ત્રણ ટામેટા, છાલ ઉતેરીને કાપેલું એક કાચું બટાકું લેવું, તેમાં ચાર લસણની કળી, અડધો ઈંચ આદુના ટુકડા નાંખવા, સહેજ પાણી નાંખી ફાઈન પ્યુરી તૈયાર કરવીં.

Source: social-media

લોટ બાંધવો

લોટ બાંધવાના વાસણમાં ટામેટા બટાકાની પ્યુરી નાંખો, તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી કલોંજી, અડધાથી ઓછી ચમચી અજમો, એક ચમચી સફદ તલ નાંખો.

Source: social-media

લોટ બાંધવો

તેમાં એક ચમચી ધાણા પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, હળદર, હીંગ, કાપેલા લીલા ધાણા એક કપ ઘઉંનો લોટ, 1/4 કપ ચોખાનો લોટ,1 ટેબલ સ્પૂન ઘી સારી રીતે મીક્સ કરો.

Source: social-media

લોટ બાંધવો

આ મસાલેદાર પ્યુરીમાં એક કપ ઘઉંનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ, એક ચમચી ઘી નાંખીને સારી રીતે લોટ બાંધીને ઢાંકીને 5 મીનીટ રેસ્ટ કરવા દો.

Source: social-media

પુરી તળવી

રેસ્ટ થયેલા લોટને ફરીથી મસળો અને તેમાંથી નાની સાઈઝના ગુલ્લા બનાવી પુરી બનાવી. હવે કઢાઈમાં પહેલાથી ગરમ કરેલા તેલમાં મીડિયમ હાઈ ફ્લેમમાં પુરીઓ તળવી.

Source: social-media

પુરી તળવી

પુરીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. આમ તૈયાર થઈ જશે ટામેટા બટાકાની મસાલેદાર પુરીઓ.

Source: social-media

Source: social-media