ટામેટા સૂપ રેસીપી, ઘરે બનાવો હોટેલ જેવો ટેસ્ટી

Jan 23, 2025, 03:26 PM

શિયાળાના વેજીટેબલ સૂપ

શિયાળાની ઠંડીમાં વેજીટેબલ સૂપ પીવું શરીર માટે ફાયદાકારક હોય છે. ટામેટા સૂપ મોટાભાગના લોકોને ગમે છે. ટામેટા સૂપ સ્વાદમાં ખટ્ટ મીઠો અને તીખો હોય છે. ટામેટોનો સૂપ પીવાથી શરીરમાં ગરમાહટ આવે છે. અહીં ટામેટા સૂપ બનાવવાની રેસીપી આપી છે.

ટામેટા સૂપ બનાવવાની સામગ્રી

પાકા ટામેટા, 1 ચમચી લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, લસણ આદુની પેસ્ટ, 1 ચમચી ખાંડ કે ગોળ. 1 ચમચી જીરું, 1 ચમચી કોન ફ્લોર, કોથમીર

ટામેટા સૂપ રેસીપી

ટામેટા સૂપ બનાવવા માટે સૌથી પહેલા ટામેટા પાણી બરાબર ધોઇ લો. એક વાતનું ધ્યાન રાખો કે ટામેટા પાકેલા હોય.

ટામેટા સૂપ રેસીપી

એક કુકરમાં પાણી નાંખી ટામેટા બરાબર બાફી લો. 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી ટામેટા બાફવા.

ટામેટા સૂપ રેસીપી

ટામેટાને પાણીમાં કાઢી તેની છાલ કાઢી તેને મિક્સરમાં ક્રશ કરી લો. હવે ટામેટાની પ્યુરીને ગાળી લો.

ટામેટા સૂપ રેસીપી

ગેસ પર એક કડાઇમાં ટામેટા પ્યુરીમાં પાણી નાંખે સહેજ ઉકાળો. આ દરમિયાન આદુ લસણની પેસ્ટ, ગોળ કે ખાંડ અને કોર્ન ફ્લોર ઉમેરી બરાબર હલાવી લો. ટામેટા સૂપ થોડુંક ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો

ટામેટા સૂપ રેસીપી

ટામેટા સૂપ ઘટ્ટ થાય એટલે કે ગેસ બંધ કરી લો. ગરમાગરમ ટામેટા સૂપ બાઉલમાં કાઢી તેમા કોથમીર વડે ગાર્નિશ કરી ટોસ્ટ કે બ્રેડ સાથે સર્વ કરો.

ટામેટાનો સૂપ પીવાના ફાયદા

શિયાળામાં ગરમાગરમ ટામેટોનો સૂપ પીવાથી શરીરમાં તાજગી અને ગરમીનો અહેસાસ થાય છે.