Nov 10, 2025
શિયાળામાં સૂપ કરવાથી શરીરને પોષણ મળે છે. અહીં હોટેલ જેવું ટેસ્ટી ટામેટા સૂપ બનાવવાની રેસીપી આપી છે. જે તમારે ઘરે ટ્રાય કરવી જોઇએ.
ટામેટા 1 કિલો, ગાજર 2 નંગ, બીટ 1 નંગ, આદુ 1 નાનો ટુકડો, ખાંડ કે ગોળ 1 ચમચી, લીલા મરચા 4 નંગ, કાળા મરી 4 નંગ, લસણ 5 કળી, મીઠું સ્વાદ અનુસાર, લીલું કોથમીર, ફુદીનાના પાન
તાજા ટામેટા પાણીમાં બરાબર ધોઇ કાપડ વડે લુછીને સાફ કરી લો.
બીટ, ગાજર અને આદું પાણીમાં ધોઇ તેની છાલ ઉતારી લો. લીલા મરચા, કોથમીર અને ફુદીનાના પાન પણ પાણીમાં બરાબર ધોઇને મોટા કદમાં કાપો.
એક પ્રેશર કુકરમાં ટામેટા, ગાજર, બીટ સહિત બધા શાકભાજી નાંખો, પછી તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. હવે પ્રેશર કૂકરની 4 થી 5 સિટિ વાગે ત્યાં સુધી બાફો. બફાઇ ગયા બાદ કૂકર સહેજ ઠંડુ થવા દો.
હવે મિક્સર જારમાં બધી શાકભાજી નાંખી તેની પાતળી પેસ્ટ બનાવો. તેને ગરણી વડે ગાળી લો. આમ કરવાથી સૂપમાં કોઇ છાલ આવશે નહીં.
ગેસ ચાલુ એક કઢાઇ કે તપેલીમાં ટામેટા સૂપમા પાણી ઉમેરી સહેજ પકવવા દો. આ દરમિયાન તેમા સ્વાદ અનુસાર મીઠું, 5 નંગ કાળા મરી પાઉડર, 1 ચમચી ખાંડ કે ગોળ ઉમેરો.
ટામેટા સૂપ સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તેમા તાજું કોથમીર અને ફુદીનાના પાન ઉમેરી ગાર્નિંશ કરો. ટેસ્ટ માટે બ્રેડ ક્ર્મ્બ અને ફ્રેશ ક્રિમ પણ ઉમેરી શકાય છે.
શિયાળામાં ગરમા ગરમ ટામેટા સૂપ પીવાથી શરીરમાં ગરમાહટ લાગે છે. ટામેટા સૂપ સવાર, સાંજ કે રાત્રે પી શકાય છે.
ટામેટા સૂપ સાથે ખીચડી કે પુલાવ રાઇસ ખાઇ શકાય છે.