Onion Recipes for Monsoon | રસોડાનો રાજા ડુંગળીની વિવિધ વાનગીઓ, ચોમાસામાં મગજમારી વગર બનાવો

Jul 09, 2025, 10:54 AM

ડુંગળી (Onion) જેને આપણે રોજિંદા ભોજનમાં વાપરીએ છીએ, તે માત્ર એક શાક નથી પરંતુ રસોડાનો રાજા કહી શકાય. તેના વગર ભારતીય રસોઈ અધૂરી છે.

ચોમાસામાં ખાસ કરીને ગૃહિણીઓને ચિંતા હોય છે કે દદરોજ શું બનાવું, કારણ કે શાકભાજી આ સમયે મોંઘી થઇ જાય છે એવામાં તમે રસોડામાં હાજર ડુંગળીમાંથી વિવિધ રેસિપી બનાવી શકો છો.

ડુંગળી કેમ ખાવી?

ડુંગળી માત્ર સ્વાદ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

ડુંગળીના પકોડા

વરસાદની મોસમમાં ગરમ ડુંગળીના પકોડા વાત જ કંઈક અલગ છે. ઝીણી સમારેલી ડુંગળી, ચણાનો લોટ, મસાલા અને થોડા લીલા મરચાં ઉમેરીને બનાવામાં આવે છે, તે લીલી ચટણી અથવા ટામેટાં કેચઅપ સાથે ખાવાની મજા આવે છે.

ડુંગળીનું શાક

આ એક સરળ અને ઝડપથી બની જતી વાનગી છે, જે દાળ-ભાત સાથે ખૂબ સારી લાગે છે. કાપેલી ડુંગળીને તેલમાં સાંતળીને તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ટામેટાં અને મીઠું ઉમેરીને બનાવવામાં આવે છે. જેનાથી શાકનો સ્વાદ સારો બને છે.

ડુંગળી પરાઠા

સવારના નાસ્તા માટે ડુંગળી પરાઠા એક ઉત્તમ વિકલ્પ છે. લોટની અંદર ઝીણી સમારેલી ડુંગળી, મસાલા, અને લીલા ધાણા ભરીને બનાવવામાં આવતા આ પરાઠા દહીં, અથાણું કે ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

ડુંગળી રાયતું

ભારે ભોજન સાથે ડુંગળીનું રાયતું પાચન માટે ખૂબ સારું છે. દહીંમાં ઝીણી સમારેલી ડુંગળી, શેકેલું જીરું પાવડર, મરચું પાવડર અને મીઠું ઉમેરીને બનાવવામાં આવે છે. તેમાં થોડા લીલા ધાણા પણ ઉમેરી શકાય છે.

પ્યાઝ કચોરી

રાજસ્થાની વાનગીઓમાં પ્યાઝ કચોરી ખૂબ જ પ્રખ્યાત છે. ક્રિસ્પી કચોરીની અંદર મસાલેદાર ડુંગળીનો માવો ભરવામાં આવે છે.

થેપલા ખાઈને કંટાળી ગયા હોવ તો આ થાલીપીઠ રેસીપી ટ્રાય કરો, બધાને ભાવશે