ક્લાઉડ કોફીમાં સાદા પાણીને બદલે નારિયેળ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ રેસીપી પણ સરળ છે, જેમાં એસ્પ્રેસો, થોડું નાળિયેર પાણી અને બરફ સાથે ક્રીમી દૂધ શામેલ છે.
ક્લાઉડ કોફી બનાવવી પણ ખૂબ જ સરળ છે, આ માટે પહેલા એક બાઉલમાં ઇન્સ્ટન્ટ કોફી, ખાંડ અને નારિયેળ મિક્સ કરો અને પછી તેને હાથથી હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ કે ફીણવાળું ન બને.
ત્યારબાદ એક ગ્લાસમાં દૂધ અને થોડા બરફના ટુકડા ઉમેરો, તૈયાર કોફીને તેના પર રેડો. ઈચ્છો તો સજાવટ માટે બદામ પણ ઉમેરી શકો છો.