લીલી હળદર શિયાળાનું ઔષધ, જાણો ફાયદા

Nov 21, 2022

Ajay Saroya

ભારતીય પરિવારના રસોડાની રાણી હળદર ગુણકારી છે બધા જાણતા હશે પરંતુ એ કેમ લાભકારી છે અને એના ફાયદા ગેરફાયદા શું છે? આવો જાણીએ

રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી હળદર એક ઔષધ તરીકે તો અકસીર છે. સાથોસાથ હિન્દુ ધર્મમાં એનું મહત્વ પણ છે. હિન્દુ ધર્મમાં પૂજા વિધિમાં પણ હળદરનો ઉપયોગ થાયો છે

હળદરનું વનસ્પતિશાસ્ત્રીય નામ કર્ક્યુમા લોન્ગા (Curcuma Longa Linn) છે. હળદરને અંગ્રેજી ભાષામાં ટર્મરિક (Tuemeric) કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં હળદર અનેક નામથી ઓળખાય છે જેમકે હરિદ્રા, પીતા, રંજની, વરવર્નિની, હરતિ અને કંચની

હળદર સામાન્ય રીતે બે પ્રકારની બજારમાં જોવા મળે છે. એક આંબા હળદર અને બીજી લીલી હળદર. આંબા હળદર સફેદ જેવી હોય છે અને લીલી હળદર કેસરિયા રંગની પીળી હોય છે.

લીલી હળદરમાં મુખ્યત્વે કરક્યુમિન તત્વ હોય છે. જે ઘણું ઉપયોગી છે. જેના સેવનથી શરીરમાં અનેક લાભ થાય છે.

લીલી હળદર ડાયાબિટીસ, ચર્મ રોગ, લોહીની ખરાબી, લિવરના રોગ, શરદી ઉધરસ, ગળાના રોગમાં અકસીર છે.

ભારતમાં હળદરનો ઉપયોગ પરંપરાગત રીતે ત્વચા, શ્વસન તંત્ર, સાંધા અને પાચન તંત્રના વિકારો માટે થતો આવ્યો છે. આ ઉપરાંત સંધિવા, પાચન વિકૃતિઓ, એલર્જી, યકૃત રોગ સહિતના રોગોમાં પણ ઉપયોગ થાય છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ શરીરના વજન પ્રમાણે હળદરનો નિયમિત ઉપયોગ ફાયદાકારક છે. શરીર વજનના પ્રતિ કિલો 3 મિલિગ્રામ હળદરનું સેવન કરી શકાય

હળદર સામાન્ય રીતે ગંભીર આડ અસર કરતી નથી. પરંતુ જો વધુ માત્રામાં લેવામાં આવે તો એનાથી પેટમાં ગરબડ, ઉબકા, ઝાડા અને ચક્કર જેવી અસર જોવા મળી શકે છે.

હળદર સામાન્ય રીતે રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તું છે. આમ છતાં કેટલાક સંજોગોમાં ખોરાક ઉપરાંત ઉપરથી સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓએ ન લેવી હિતાવહ છે. હળદર લોહીને પાતળું કરવાની પ્રકૃતિ ધરાવતી હોવાથી સર્જરી પહેલા ન લેવી હિતાવહ છે.

લીલી હળદર હ્રદય માટે પણ ઉપયોગી સાબિત થાય છે. લીલી હળદરમાં પોટેશિયમ પણ પુરતા પ્રમાણમાં હોય છે જે હ્રદય અને બ્લડપ્રેશર કંટ્રોલ કરવા ઉપયોગી છે.

લીલી હળદરમાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે. જે ખાવાથી શરીરમાં એક રીતે લોહી શુધ્ધિકરણની સાથે હિમોગ્લોબીનની માત્રા પણ વધારે છે.