1 બાઉલ ઝીણી સમારેલ મેથી, 1 બાઉલ ફોલેલી તુવેર, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી ધાણા જીરું પાઉડર, 1/2 જીરું, 1 ચમચી હીંગ, 2 ચમચી તેલ, 1 સમારેલ ડુંગળી, થોડી લીલી સમારેલ ડુંગળી, થોડું ઝીણું સમારેલ લીલું લસણ, આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, 1 નાની વાટકી તલ, 1 નાની વાટકી, 1 નાની વાટકી સીંગદાણા, ટામેટા પ્યુરી
સૌ પ્રથમ એક પેનમાં તેલ નાખીને તુવેરને સારી રીતે કુક કરો, મિક્ષ કરતા રહો ત્યારબાદ એમાં સમારેલ મેથી ઉમેરો અને બંનેવ કુક થવા દો .
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો એમાં જીરું, હિંગ, લીલા મરચા આદુની પેસ્ટ, લીલું લસણ, લીલી ડુંગળી અને સૂકી ડુંગળી નાખે બરોબર સાંતળો, થઇ જાય એટલે એમાં ટામેટા પ્યુરી ઉમેરો.
હવે બધું કુક થઇ એટલે એમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખીને સાંતળો, એમાં સ્વાદ મુજબ મીઠું નાખો.
હવે આ ગ્રેવીમાં પાણી નાખીને કુક થવા દો જેથી બધું સારી રીતે બફાઈ જાય, હવે મિક્ષરમાં તલ, કાજુ અને સીંગદાણા અને પાણી નાખીને ક્રશ કરો, ત્યારબાદ એ મિશ્રણને શાકમાં નાખો અને ફરી કુક કરો.
કુક થઇ એટલે પાણી અને બાફેલી તુવેર અને મેથી ઉમેરીને થોડી વાર થવા દો, થઇ જાય એટલે કોથમીર નાખીને ગરમ ગરમ સર્વ કરો.