Ukadiche Modak Recipe : બાપ્પાના પ્રસાદમાં મહારાષ્ટ્રના ઉકડીચે મોદક ધરો, જાણો ખાસ રેસીપી

Sep 11, 2024, 07:20 PM

ઉકડીચે મોદક એ ખૂબ જ પ્રખ્યાત અને પરંપરાગત મહારાષ્ટ્રીયન સ્વીટ છે, ખાસ કરીને ગણેશ ચતુર્થીમાં આ મોદક બનાવામાં આવે છે.

ઉકડીચે મોદક રેસીપી

એક પેનમાંમાં છીણેલું નાળિયેર અને ગોળ ભેગા કરો. એ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેમને એકસાથે સતત હલાવતા રહો.

ઉકડીચે મોદક રેસીપી

એલચી પાવડર અને જાયફળ પાવડર (જો વાપરી રહ્યા હોય તો) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ત્યારબાદ ફિલિંગને ઠંડુ થોડું થવા દો.

ઉકડીચે મોદક રેસીપી

એક વાસણમાં, 1 કપ પાણી+દૂધને 1/2 ચમચી ઘી નાખી ઉકાળો. ધીમે ધીમે ઉકળતા પાણીમાં ચોખાનો લોટ ઉમેરો, ગઠ્ઠો ન થાય તે માટે સતત હલાવતા રહો.

ઉકડીચે મોદક રેસીપી

હવે ગેસ બંધ કરો અને પોટને ઢાંકી દો. તેને 5 મિનિટ રહેવા દો. હવે કણકના નાના ભાગ લો અને તમારી આંગળીઓ અથવા રોલિંગ પિનનો ઉપયોગ કરીને તેને નાના સર્કલમાં ચપટી કરો.

ઉકડીચે મોદક રેસીપી

દરેક વર્તુળની મધ્યમાં એક ચમચી નારિયેળ-ગોળનું ફીલિંગ ભરો. મોદકને સીલ કરવા માટે કિનારીઓને ભેગી કરો અથવા વધુ સમાન આકાર માટે મોદક મોલ્ડનો ઉપયોગ કરી શકો છો.

ઉકડીચે મોદક રેસીપી

સ્ટીમર બાસ્કેટને ગ્રીસ કરો અને તેમાં મોદક મૂકો. તેમને લગભગ 10-12 મિનિટ સુધી વરાળમાં સ્ટીમ થવા દો કે જ્યાં સુધી તેઓ ચમકદાર અને નરમ ન બને. થઇ જાય એટલે કેસર અને થોડું ઘી વડે ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો.

Oats jaggery Modak Recipe : ચોથા દિવસે ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરો ઓટ્સ ગોળમાંથી બનતા મોદક, જાણો રેસીપી