Jan 01, 2025

ઉત્તરાયણ પર ચટાકેદાર સુરતી ઊંધિયું બનાવો, નોંધી લો રેસીપી

Ajay Saroya

ઊંધિયું ઉત્તરાયણ ખાસ વાનગી

ઊંધિયું ઉત્તરાયણ પર બનાવવામાં આવતી પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. ઊંધિયુંમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી, કંદમૂળ અને મસાલાનો ઉપયોગ થાય છે. ઊંધિયું સ્વાદમાં બહુ ટેસ્ટ હોય છે. અહીં ચટાકેદાર સુરતી ઊંધિયું બનાવવાન રેસીપી આપી છે.

Source: social-media

સુરતી ઊંધિયું બનાવવાની સામગ્રી

સુરતી પાપડી, શક્કરિયા, રતાળુ, બટાકા, રીંગણ, કાળા કેળા, વટાણા, લીલી તુવેર, લીલા મરચા આદં ડુંગળી અને લસણની પેસ્ટ, મેથીના મુઠિયા, તેલ, લીલા મરચા, કોથમીર, લીંબુનો રસ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ઉંધિયાનો મસાલો, મીઠું સ્વાદ અનુસાર, તમાપ પત્ર, જીરું, હિંગ, અજમો

Source: social-media

સુરતી ઊંધિયું રેસીપી

સુરતી ઉંધિયું બનાવવા માટે સૌથી પહેલા બધા શાકભાજી પાણીમાં બરાબર ધોઇ લો. હવે પાપડી છોલી દાણા કાંઢી લો, રીંગણમાં મસાલો ભરી લો. બાકી બધા શાકભાજી ઝીણા સમારી લો.

Source: social-media

સુરતી ઊંધિયું રેસીપી

ચણાના લોટમાં મેથી નાંખી મુઠિયા બનાવો અને તેલમાં તળી તૈયાર રાખો.

Source: social-media

સુરતી ઊંધિયું રેસીપી

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમા તમાલ પત્ર, જીરું, હિંગ અને અજમાનો વધાર કરો. તેમા લીલા મરચા આદં ડુંગળી અને લસણની પેસ્ટ સાંતળી લો. પછી તેમા લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને ઊંધિયુંનો મસાલો ઉમેરી બધો મસાલો પકવવા દો.

Source: social-media

સુરતી ઊંધિયું રેસીપી

મસાલો સાંતળી જાય એટલે તેમા બધા શાકભાજી ઉમેરી સહેજ પાણી નાંખી પકવવા દો. જો તમે પાણી વગર પણ ઉંધિયું બનાવી શકો છો. તેની માટે કડાઇ ઉપર એક વાસણમાં પાણી ભરીને મૂકી દો.

Source: social-media

સુરતી ઊંધિયું રેસીપી

ગેસ પર ધીમા તાપે ઊંધિયું પકવવો. ઊંધિયું દાઝી ન જાય તે માટે સમય સમય પર ઊંધિયું હલાવતો રહો. બધા શાકબાજી બરાબર બફાઈ જાય પછી ગેસ બંધ કરી દો.

Source: social-media

સુરતી ઊંધિયું રેસીપી

હવે લીંબનો રસ અને કોથમીર ઉમેરી સુરતી ઊંધિયું ગરમા ગરમ પુરી સાથે સર્વે કરો.

Source: social-media