ડોસા બેટર, 1 સમારેલ ડુંગળી, 2 સમારેલ ટામેટાં,2-3 સમારેલ લીલું મરચું, 1 ચમચી સંભાર મસાલો, થોડું પનીર, 2-3 ક્યુબ ચીઝ અને કોથમીર
4 કપ ચોખા, 1 કપ અડદની દાળ અને જરૂર મુજબ છાશ
સૌ પ્રથમ ડોસાનું બેટર તૈયાર કરો, ત્યારબાદ એક પેન ગરમ કરો. તેમાં બેટર નાખી ઉત્તપમ તૈયાર કરો.
તેમાં સમારેલ ડુંગળી, સમારેલ ટામેટાં અને લીલા મરચા નાખો.
1 ચમચી સંભાર મસાલો, થોડું પનીર, 2-3 ક્યુબ ચીઝ અને કોથમીર નાખી બન્ને સાઈડ શેકી લો. બધા ઉત્તપમ તૈયાર થઇ એટલે ચટણી સાથે સર્વ કરો.