Jan 03, 2025
ઉત્તરાયણ પર તલ ચીકી અને સીંગ ચીકી ખાવાનો રિવાજ છે. બજારની ચીકીમાં ભેળસેળ હોવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. બાળકોને સાદી તલ ચીકી કે સીંગ ચીકી ખાવી ગમતી નથી. જો તેને ચોકલેટ વાળી સીંગ ચીકી એટલે કે ચોકો પીનટ ચીકી આપશો તો ફટાફટ ખાઇ જશે.
ચોકો પીનટ ચીક સીંગદાણા, ગોળ અને ચોકલેટ - કોકો પાઉડર માંથી બને છે. આ ઉત્તરાયણ પર બજારની નહીં તમ ઘરે ચોકો પીનટ ચીકી બનાવી બાળકોને ખવડાવી શકો છો. અહીં ચોકો પીનટ ચીકી રેસીપી આપી છે.
સીંગદાણા શેકેલા, ઘી, ડાર્ક ચોકલેટ, ડ્રાયફુટ્સ
ઉત્તરાયણ પર ચોકોલેટ પીનટ ચીકી બનાવવા માટે સૌથી પહેલા સીંગદાણા શેકી લો, તેના ફોંતરા કાઢી અધકચરા કરી લો.
હવે એક બાઉલમાં ડાર્ક ચોકલેટ બરાબર ઓગાળી લો.
ઓગળેલી ડાર્ક ચોકલેટમાં સીંગદાણાનો ભૂક્કો નાંખી બરાબર મિક્સ કરી લો.
થાળી કે ટ્રે માં ચારે બાજુ તેલ લગાડી ચોકો પીનટ ચીકીને બરાબર પાથરી દો. ચીકી સહેજ ઠંડી થાય એટલે કટર વડે ચોરસ કે લંબચોરસ આકારમાં કટ કરી ડબ્બામાં પેક કરી દો.
ઉત્તરાયણ પર મહેમાનો ઘરે બનાવી ચોકો પીનટ ચીકી સર્વ કરો. આ ચીકીમાં ચોકો હોવાથી બાળકોને પણ ખાવી ગમે છે.