Nov 03, 2025

વડાપાવ રેસીપી, ઘરે પણ બહાર જેવા ટેસ્ટી બનશે

Ashish Goyal

વડાપાવ નાસ્તો

ભૂખ લાગે ત્યારે નાસ્તામાં વડાપાવ યાદ આવે છે. તેમાં પણ બહાર લારી પર પડતા વડાપાવનો સ્વાદ ઘણો ટેસ્ટી હોય છે.

Source: social-media

વડાપાવ રેસીપી

તમે ઘરે પણ આવા ટેસ્ટી વડાપાવ બનાવી શકો છો. અહી વડાપાવની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

વડાપાવ રેસીપી સામગ્રી

પાવ, ચણાનો લોટ, બાફેલા બટાકા, લાલ ચટણી, આદુ લસણની પેસ્ટ, લીંબુનો રસ, લીલા મરચાની પેસ્ટ, ચમચી હળદર, ગરમ મસાલો, બટર, તેલ, સાજીના ફૂલ, મીઠું, ગરમ મસાલો.

Source: social-media

વડાપાવ બનાવવાની રીત, સ્ટેપ 1

સૌપ્રથમ કુકરમાં બટાકા લો અને તેને બાફી લો. બટાકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારીને બરાબર મસળી ભુક્કો કરી લેવો.

Source: social-media

સ્ટેપ 2

હવે આ બટાકાની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરીને એકસરખો મસાલો તૈયાર કરવો. ત્યારબાદ તેના ગોળ બોલ બોલ વાળી દેવા.

Source: social-media

સ્ટેપ 3

હવે એક બાઉલમાં એક વાટકીમાં ચણાનો લોટ લો તેમાં સ્વાદ મુજબ મીઠું, ચપટી સાજીના ફૂલ અને તેની ઉપર થોડું લીંબુ નીચવો. આ પછી જરૂર મુજબ પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરો.

Source: social-media

સ્ટેપ 4

આ પછી ગેસ ઉપર કડાઈમાં તેલ મૂકો. હવે વડાને ચણાના લોટના ખીરામાં ડીપ કરી અને પછી તળી લો. તે એકદમ સોનેરી થાય એટલે બહાર કાઢી લો.

Source: social-media

સ્ટેપ 5

હવે લોઢી ગેસ ઉપર મૂકો અને તેમાં બટર મૂકો. આ પછી પાવને વચ્ચેથી કટ કરી અને શેકી લો.

Source: social-media

સ્ટેપ 6

ત્યારબાદ ગ્રીન ચટણી લગાડી અને વડુ મુકી પેક કરી અને બંને બાજુ શેકી લો.

Source: social-media

ટેસ્ટી વડાપાવ તૈયાર

આ રીતે તમારા ટેસ્ટી વડાપાવ તૈયાર થઇ જશે. તેને સર્વિંગ પ્લેટમાં લઇ અને ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.

Source: social-media

Source: social-media