Oct 02, 2025
વઘારેલી ખીચડી એક સ્વાદીષ્ટ વાનગી છે અને તે મોટાભાગના ઘરોમાં બને છે.
અહીં સ્વાદીષ્ટ વઘારેલી ખીચડી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચોખા, મગની દાળ અથવા તુવેર દાળ, તેલ, પાણી, હળદર, બટેકા, ટામેટા, સિંગદાણા, મીઠું, લસણની કળી સમારેલી, રાઈ, જીરું, મીઠા લીમડાનાં પાન, લાલ મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર.
એક બાઉલમાં ચોખા અને મગની દાળ લો અને તેને પાણીથી ધોઈ લો. વધારાનું પાણી કાઢી નાખો અને તેને એક પ્રેશર કૂકરમાં નાખો. તેમાં પાણી, હળદર અને મીઠું નાખો. તેને બરાબર મિક્સ કરો.
કૂકરનું ઢાંકણ બંધ કરી દો અને તેને 4 સીટી થાય ત્યાં સુધી પકાવો. આ પછી ગેસને બંધ કરી દો.
એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ નાખો. જ્યારે તે ફૂટવા લાગે, ત્યારે તેમાં જીરું, સમારેલી લસણની કળી અને લીમડાનાં પાન નાખો.
જ્યારે લસણ થોડું ગોલ્ડન થવા લાગે, ત્યારે ગેસને બંધ કરી દો. તેમાં લાલ મરચું પાઉડર, બટેકા, ટામેટા અને ધાણા-જીરું નાખી બરાબર મિક્સ કરો.
પકાવેલી ખીચડીની ઉપર વઘાર નાખો અને તેને ચમચાથી બરાબર મિક્સ કરો. આ રીતે વઘારેલી ખીચડી તૈયાર થઇ જશે.
વઘારેલી ખીચડીને દહીં, કઢી, બટેકાના શાક કે પાપડની સાથે સર્વ કરો.