ખીચડી દરેક ઘરોમાં મોટાભાગે બનતી હોય છે. જોકે તેનો બધે ટેસ્ટ અલગ-અલગ હોય છે.
જોકે તેમાં પણ વઘારેલી ખીચડી હોય તો ખાવાની અલગ મજા છે. કાઢીયાવાડી સ્ટાઇલમાં વધારેલી ખીચડી બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
ચોખા, તુવેરની દાળ, મગની મોગર દાળ, બટાકા, ટામેટા, લાલ મરચું પાઉડર, લીલું મરચું, લીલાં વટાણા, મકાઈ, તેલ, ઘી, જીરું, સિંગ દાણા, કાજુ, હળદર પાઉડર, હિંગ, મીઠું, કિચન કિંગ મસાલો, તજ, લવિંગ, તમાલપત્ર, મીઠો લીમડો, પાણી, ધાણા
એક બાઉલમાં દાળ, ચોખાને ધોઈને 10 મિનિટ સુધી પલાળી રાખો. પછી કુકર માં ઘી, તેલ ઉમેરીને ખડા મસાલા, હિંગ અને બધા વેજીટેબલ, હળદર, મીઠું ઉમેરી ને તેમાં પાણી નાખી ને 3 સિટી વગાડો.
કુકરને ઠંડુ થવા મુકો. બીજી તરફ હવે એક કડાઈમાં ઘી, તેલ ગરમ કરો પછી તેમાં ખડા મસાલા ઉમેરી ને તેમાં કાજુ, સીંગગ દાણા નાખીને તેને 2 મિનીટ સુધી સાંતળો.
તેમાં મીઠો લીમડો, ટામેટું ઉમેરી મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. આ પછી ઢાંકી ને 2 મિનિટ સુધી રહેવા દો.
તે બરાબર ચડી જાય એટલે તેમાં બાફેલી ખીચડી ઉમેરી ને તેમાં બધા બાકીના મસાલા નાખો.
આ પછી તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી તેને ઢાંકી ને 5 મિનિટ સુધી રહેવા દો.
આ રીતે તમારી વઘારેલી ખીચડી તૈયાર થઇ જશે. ઉપર ધાણા નાખી દો. ખીચડીને છાશ, પાપ, કે દહીં સાથે ખાઇ શકો છો.