આ વેલેન્ટાઇન ડે પર FOMO હોય તો આ મનોરંજક પ્રવૃત્તિઓ તમારા માટે છે
Feb 11, 2023
shivani chauhan
કોણ કહે છે કે વેલેન્ટાઇન ડે મનાવવા માટે પાર્ટનરની જરૂર છે? શું તમે એકલું અનુભવી રહ્યા છો કારણ કે તમારા બધા મિત્રો તેમના પાર્ટનર સાથે V-Day પ્લાન બનાવી રહ્યા છે?
પરંતુ પ્રેમનું સૌથી મહત્વપૂર્ણ સ્વરૂપ સ્વ-પ્રેમ છે. જ્યારે તમે તમારી જાતને સાચો પ્રેમ કરો છો ત્યારે જ તમે બીજાઓને પ્રેમ કરી શકો છો. અહીં તમારી સાથે શાનદાર વેલેન્ટાઈન ડે મનાવવાની અદ્ભુત રીતો શેર કરીએ છીએ.
તમારા બધા એકલ મિત્રો સાથે રોમેન્ટિક ડેટનું આયોજન કરો અને વિશ્વાસ આપવો કે આ તમારા જીવવનો શ્રેષ્ઠ સમય છે. મનપસંદ લોકેશન પસંદ કરો,તમારા ફ્રેન્ડ્સ સાથે વાતો કરો, ફોટોઝ ક્લીક કરો , મેમરીઝ બનાવો અને હેન્ગ આઉટ કરો.
તમારી મનપસંદ મૂવી ફરીવાર જોવા અને નોસ્ટાલ્જીયાનો અનુભવ કરવા સિવાય બીજું કંઈ સુંદર નથી. તમારી મનપસંદ ફિલ્મ માણવા માટે તમારે ખરેખર કોઈની જરૂર નથી, પરંતુ જો તમને ગમે, તો તમે તેને કોઈ ભાઈ-બહેન અથવા મિત્ર સાથે પણ જોઈ શકો છો.
અવનવી મનોરંજન એકટીવીટી કરો જે તમને પસંદ હોય, ફ્રેંડ્સને ઘરે ઇન્વાઇટ કરો અને સાથે નેટફ્લિક્સ કે કોઈ પણ oTT પ્લેટફોર્મ પર તમારો ફેવરિટ શો જોઈ શકો છો.
તમે V-દિવસ અનાથાશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં વિતાવી સમય વિતાવી શકો છો. જે તમને ખુશીનો અનુભવ કરાવશે.
તમે તમારી માટે શોપિંગ કરી શકો છો, તમારા રૂમને ડેકોરેટ કરી શકો છો, તમારું ફેવરિટ ફૂડ ઓર્ડર કરી શકો છો, જો રીડીંગનો શોખ હોય તો સારી નોવેલ પણ રીડ કરી શકો છો અને પોતાની સાથે સમય વિતાવી શકો છો.