કેક નાના મોટા દરેકની મનપસંદ વાનગી છે. આ વેલેન્ટાઇન ડે પર તમે પાર્ટનર માટે એગલેસ ફ્રૂટ કેક બનાવી શકો છે. વિવિધ પ્રકારના ફળ અને ડ્રાયફુટ માંથી બનેલું એગલેસ કેક ટેસ્ટ અને હેલ્થ માટે બેસ્ટ છે.
મેંદો, બ્રાઉન સુગર પાઉડર, ગ્લેઝ્ડ ચેરી, સૂકી સફેદ અને કાળી દ્રાક્ષ, સીડલેસ ખજૂર, ટુટી ફ્રૂટી, બદામ, કાજુ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું, તજ પાઉડર, સૂંઠ, લવિંગ પાઉડર, જાયફળ પાઉડર, બટર, કેરેમલ સીરપ, દહીં, સંતરાની છાલ છીણેલી, લીંબુની છાલ છીણેલી
એગલેસ ફ્રૂટ કેક બનાવવા માટે કેકની તમામ વસ્તુઓ તૈયાર કરી લો. કાજુ બદામ સિવાયની બધી વસ્તુઓને સંતરાના રસમાં આખી રાત પલાળી રાખવી.
એક બાઉલ લઇ તેમા મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું, તજનો પાવડર, લવિંગનો પાવડર, જાયફળનો પાવડર અને સૂંઠ ને એક સાથે ચાળી લો.
બીજા એક વાસણમાં ખાંડ અને બટર મિક્સ કરો, તે એકદમ ક્રીમી થાય ત્યાં સુધી ફીણવું. હવે તેમાં દહીં, કેરેમલ સીરપ, છિણેલી સંતરાની છાલ અને લીંબુની છાલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
આ મિશ્રણમાં થોડો થોડો લોટ ઉમેરતા જઈ હલાવતા રહેવું. બધો લોટ ઉમેરાઈ જાય ત્યારે રાત્રે જ્યુસમાં પલાળેલા ફ્રૂટના ટુકડા ઉમેરીને બરાબર ફિણી લો.
ત્યાર પછી કેકના મિશ્રણમાં કાજુ અને બદામના ટુકડા કરીને એના પર થોડો સૂકો લોટ ભભરાવી બધી સામગ્રી બરાબર હલાવી લો.
હવે કેક કે બ્રેડના બે ટીનમાં બટર ગ્રીસ કરી બેકિંગ પેપર મુકો. તેમા ફ્રૂટ કેકનું મિશ્રણ નાંખી તેના પર ડ્રાયફૂટ્સના ટુકડા મૂકી ઓવનમાં 160 ડિગ્રી પર એક કલાક માટે બેક થવા દેવું.
ફ્રૂટ કેક બરાબર બેક થયા બાદ ઓવન માંથી બહાર કાઢી ઠંડુ થવા દો. ફ્રૂટ કેક પર ફ્રેશ ક્રીમ અને સ્ટ્રોબેરી ચેરી વડે ગાર્નિશિંગ કરી કેકની મજા માણો.