ઉંબાડિયું વલસાડની પ્રખ્યાત વાનગી છે, જે શિયાળામાં પરંપરાગત રીતે માટલામાં બનાવવામાં આવે છે.
ઉબાડિયું બનાવવવા માટે પાપડી, રતાળું, રીંગણ, બટાકા, લીલા મરચા લસણ અને ધાણા જેવા પોષ્ટિક મસાલાનો ઉપયોગ થાય છે. તેલ વગર પરંપરાગત રીતે બનતી આ વાનગી ઉબાડિયું ઘરે બનાવવા માટે અહીં સંપૂર્ણ રેસીપી આપવામાં આવી છે.
સુરતી પાપડી, રતાળું, શક્કરિયાં, બટાકા, નાના રીંગણ, સીંગદાણાનો ભુક્કો, તલ, કલારના પાન અથવા કોબીજના પાન, માટલું કે કુકર અથવા માટીનું પાત્ર
લીલા મરચા ધાણા આદુ અને લીલું લસણની પેસ્ટ, લીલી હળદરની પેસ્ટ, ધાણાજીરું પાઉડર, અજમો, હિંગ, તેલ, કોબીજના પાન, લીબુંનો રસ, મીઠો લીમડો, મીઠું સ્વાદ અનુસાર
વલસાડનું પ્રખ્યાત ઉબાડિયું બનાવવા માટે ધાણાની પેસ્ટ, લીલા લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલી હળદરની પેસ્ટ બનાવીને તૈયાર રાખો. ઉબાડિયા માટેના બધા શાકભાજી બરાબર ધોઇ મોટી સાઈઝમાં કાપી લો.
હવે એક મોટા વાસણમાં ઉબાડિયા ના લીલા મસાલામાં લીબુંનો રસ અને થોડુંક તેલ નાંખી બધી સામગ્રી મિક્સ કરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ કાપેલા બધા શાકભાજી તેમા નાંખો. આ શાકભાજીઓ પર મસાલો બરાબર લાગી જાય એવી રીતે મિક્સ કરો.
ઉબાડિયું બનાવવા માટે કલારના પાન વપરાય છે. જો તે ન હોય તો કોબીજના પાન વાપરી શકાય છે. માટલા કે કુકર કે મોટા વાસણમાં કલાર કે કોબીજના પાન પાથરી તેના પર લીલા ધાણા, લીલું લસણ અને કુદાનાની દાંડીઓ પાથરી લો.
હવે આ પાન પર બધા શાકભાજી મુકી તેના પર બીજા પાન મૂકી બરાબર ઢાંકી દો. માટલું કે કુકરને ઢાંકણ વડે બરાબર બંધ કરી ગેસ પર ધીમા તાપે શાકભાજી પકવવા દો.
ઉંબાડિયું 20 થી 25 મિનિટ સુધી ધીમા તાપે રંધાયા બાદ માટલા કે કુકરમાં રહેલા શાકભાજી બરાબર બફાઇ ગયા છે કે નહીં તે ચેક કરો. બરાબર બફાઇ ગયેલા શાકભાજી નરમ લાગશે.
ઉંબાડિયું લીલી ચટણી, બે પડ વાળી રોટલી કે બ્રેડ અને છાશ સાથે ખાઇ શકાય છે.