Feb 26, 2025
ગાંઠીયા ગુજરાતની ફેમસ વાનગી છે. ભાગ્યે જ એવો ગુજરાતી હશે જેણે ગાંઠીયા ન ખાધા હોય.
ઘણા ગુજરાતીની સવાર ગાંઠીયા અને ચા થી શરુ થાય છે. તેમાં પણ વણેલા ગાંઠીયા હોય તો ખાવાની મજા જ કઇક અલગ હોય છે.
વણેલા ગાંઠીયા ઘરે બનાવવા પણ સરળ છે. અમે અહીં વણેલા ગાંઠીયાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચણાનો લોટ, અજમો, મીઠુ, તેલ, ગાંઠીયાના સોડા, હિંગ, પાણી.
સૌ પહેલા એક બાઉલ લઈ તેમા ચણાના લોટને ચાળી લેવો.
પછી આ લોટમાં અજમો, હિંગ, ગાંઠીયાના સોડા, મીઠુ અને પાણી ઉમેરી લોટ બાંધી લેવો.
લોટને બહુ કઠણ ન કરવો. જેથી તે સારી રીતે વણાઇ જાય. લોટ બાંધીને 10 મિનિટ ઢાંકીને રાખી મુકવો.
ત્યારબાદ લોટને એકદમ મસળી હાથ વડે ગાંઠીયા વણવા.
આ પછી એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકવું અને તેલ ગરમ થાય એટલે વણેલા ગાંઠીયા નાખીને તળી લેવા.
આ રીત તમારા ગરમા ગરમ વણેલા ગાંઠિયા તૈયાર થઇ જશે. આ ગાંઠીયાને તમે તા ડુંગળી,મરચા, સંભારા સાથે ખાઇ શકો છો.