ઓટ્સની વિવિધ રેસીપી, વજન ઘટાડવા માટે ફાયદાકારક

Jun 11, 2025, 03:38 PM

ઓટ્સ (Oats) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે નાસ્તામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

ઓટ્સમાંથી ઘણી સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે જે તમે લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો.

ઓટ્સમાં બી-કોમ્પ્લેક્સ વિટામિન, બી1 (થાઇમીન), ફોલિક એસિડ, મેંગેનીઝ, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે.

ઓટ્સમાં રહેલ વિટામિન શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. અહીં જાણો ઓટ્સની વિવિધ રેસીપી (various oats recipe in gujarati)

ઓટ્સ ચિલ્લા

ચિલ્લાનું નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં સ્વસ્થ અને પ્રોટીનથી ભરપૂર ચિલ્લા આવે છે.

ઓટ્સ ચિલ્લા

જો તમે પણ ચિલ્લા ખાવાના શોખીન છો, તો બેસન ચીલાને બદલે તમે ઓટ્સ ચીલા બનાવી શકો છો. એમાં લીલા મરચાં, આદુ અને લસણ નાખીને બનાવવામાં આવે છે

ઓટ્સ ઈડલી

ઈડલી એક દક્ષિણ ભારતીય વાનગી છે જે નાસ્તામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તમે તેને લંચ અને ડિનર ગમે ત્યારે પણ ખાઈ શકો છો.

ઓટ્સ ઈડલી

જો તમે વજન ઘટાડવા માંગતા હો, તો તમે ઓટ્સમાંથી બનેલી ઈડલી ખાઈ શકો છો.

ઓટ્સ ઈડલી રેસીપી

ઓટ્સ, દહીં, અડદની દાળ અને ચણાની દાળમાંથી બનેલી આ ઈડલી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

ઓટ્સ ઢોંસા

ઓટ્સનું ખીરું બનાવીને સાઉથ ઇન્ડિયન ઢોંસા પણ બનાવી શકો છો, જેમાં દહીં, ખાવાનો સોડા, મીઠું નાખીને ઓટ્સને મિક્ષરના ગ્રાઈન્ડ કરી તૈયાર ખીરા માંથી ઢોંસા ઉતારી શકાય છે.

ભીંડા ની વિવિધ રેસીપી, બધા શાક એકથી એક ચડિયાતા !