ઉનાળાની ઋતુમાં લોકો ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, હીટ વેવ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હો, તો તમારે વરિયાળી અને ફુદીનાના શરબતનો ઉપયોગ કરવો જોઈએ.
વરિયાળી અને ફુદીનામાં રહેલા ગુણ શરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. આને પીવાથી શરીરમાં તાજગીથી ભરાઈ જાય છે.
એક કપ વરિયાળી, ખડી સાકર, સંચળ, આઈસ ક્યૂબ, ફૂદીનો, મરી પાઉડર, લીંબુ
વરિયાળીનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ વરિયાળીને સાફ કરીને ધોઈ લો. પછી તેને બે થી ત્રણ કલાક પલાળી રાખો.
જ્યારે તે સારી રીતે ફૂલી જાય ત્યારે તેને પીસીને પેસ્ટ તૈયાર કરો.
હવે વરિયાળીની પેસ્ટ, ફુદીનો, ખડી સાકર (સ્વાદ અનુસાર), મીઠું, મિક્સરમાં મિક્સ કરી સારી રીતે પીસી લો.
હવે તેને એક બાઉલમાં કાઢી લો અને શરબત બનાવવા માંગતા હોય તેટલા ગ્લાસ પાણી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
તમારું વરિયાળી અને ફુદીનાનું શરબત તૈયાર છે. હવે એક ગ્લાસમાં થોડો લીંબુનો રસ લો, તેમાં શરબત ઉમેરો અને આઈસ ક્યૂબ ઉમેરો, અને ફૂદીના પાનથી ગાર્નિશ કરો.