2 કપ બાફેલા લીલા વટાણા, 1 બાફેલું બટાકુ, 1 બારીક સમારેલી ડુંગળી, 2 બારીક સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ,
1 ચમચી ધાણા પાવડર , 1/2 ચમચી જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમીર , 2-3 ચમચી બ્રેડક્રમ્સ, તળવા માટે તેલ
સૌ પ્રથમ, બાફેલા લીલા વટાણા અને બટાકાને એક વાસણમાં સારી રીતે મેશ કરો. ધ્યાનમાં રાખો કે બટાકા અને વટાણાના ટુકડા ખૂબ જ બારીક હોવા જોઈએ.
હવે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, ધાણા પાવડર, જીરું પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો. બધું બરાબર મિક્સ કરો.
સમારેલી કોથમીર ઉમેરો અને ફરીથી સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં બ્રેડક્રમ્સ ઉમેરો. જો મિશ્રણ થોડું ભીનું લાગે, તો તમે બ્રેડક્રમ્સનું પ્રમાણ વધારી શકો છો જેથી તે સારી રીતે મિક્ષ થઇ શકે.
હવે આ મિશ્રણમાંથી નાના ગોળ કે સપાટ કબાબ બનાવો. તમે તમારી પસંદગી મુજબ કબાબનું કદ બનાવી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે તે સમાન કદના હોવા જોઈએ જેથી તે સરખી રીતે કુક શકાય.
એક પેનમાં તેલ ગરમ કરો અને ગરમ તેલમાં કબાબ કાળજીપૂર્વક ઉમેરો અને હળવા સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. જ્યારે કબાબ બંને બાજુથી સોનેરી થાય, ત્યારે તેને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય થઇ જાય એટલે ચટણી સાથે સર્વ કરો.