દૂધીની નહિ પરંતુ સ્વાદિષ્ટ વટાણા બરફી બનાવો, 10 મિનિટમાં થઇ જશે તૈયાર

Jan 14, 2025, 06:37 PM

સામગ્રી

250 ગ્રામ વટાણા, 125 ગ્રામ ખાંડ, 3 ચમચી ઘી, 3 ચમચી તાજી મલાઈ, 2 ચમચી દૂધ પાવડર, 1/4 ચમચી ઈલાયચી પાઉડર

વટાણા બરફી રેસીપી

સૌ પ્રથમ એક વટાણાને ફોલી લો, પછી ધોઈને મિક્ષરમાં પેસ્ટ કાઢીને તૈયાર કરો.

વટાણા બરફી રેસીપી

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો, એમાં વટાણાની તૈયાર પેસ્ટ નાખીને બરોબર મિક્ષ કરીને થોડું એમાં દૂધ નાખો અને કુક થવા દો.

વટાણા બરફી રેસીપી

હવે કડાઈમાં ખાંડ નાખીનેન ઢાંકણ ઢાંકીને કુક થવા દો, ત્યારબાદ એમાં મલાઈ, જરૂર મુજબ ઘી અને મિલ્ક પાઉડર નાખીને બધું સારી રીતે મિક્ષ કરો.

વટાણા બરફી રેસીપી

હવે કડાઈમાં થોડો ઈલાયચી પાઉડર નાખીને બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને કુક કરો પછી સર્વિંગ ડીશમાં પાથરો.

વટાણા બરફી રેસીપી

હવે મિશ્રણને સર્વિંગ ડીશમાં પાથરીને ચોરસ શેપમાં બરફીનાં ટુકડા કરો અને થોડી વાર માટે ઠંડુ થવા દો અને કાજુની કતરણ નાખીને સર્વ કરો.