વેજ બિરયાની આવી રીતે બનાવો, ખાવામાં મોજ પડી જશે

Sep 25, 2025, 10:13 PM

વેજ બિરયાની

શાકભાજીની સાથે પકાવેલી વેજ બિરયાની શાકાહારી લોકોને ઘણી પસંદ હોય છે.

વેજ બિરયાની રેસીપી

વેજ બિરયાની તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

વેજ બિરયાની રેસીપી સામગ્રી

બાસમતી ચોખા, દહીં, ડુંગળી, આદુ મરચા લસણની પેસ્ટ, ફણસી,ગાજર, બટાકા, વટાણા, કોબીજ, ઇલાયચી, તજ, લવિંગ, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર, કાજુ તળેલા, ઘી, તેલ, મીઠું, કેસરવાળું દૂધ

વેજ બિરયાની બનાવવાની રીત, સ્ટેપ 1

સૌ પ્રથમ ચોખા ધોઈને અડધો કલાક પલાળી રાખો. એક પેનમાં પાણી મુકી ડુંગળી સિવાયના બધા વેજીટેબલ પાંચ મિનિટ થોડા કુક કરી લો.

સ્ટેપ 2

હવે એક વાસણમાં પાણી લો. તેમાં મીઠું, તજ, લવિંગ,ઇલાયચી અને એક ચમચી તેલ નાખી ચોખા ઉમેરી થોડીવાર સેમી કુક કરી પાણી કાઢી છુટ્ટા ભાત તૈયાર કરો. પછી તેને ઠંડા થવા દો.

સ્ટેપ 3

એક પેનમાં તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી ફ્રાય કરી લો.ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય એટલે બીરસ્તો તૈયાર છે. તેને એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં તેલ મૂકી આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળો. બે મિનીટ પછી બધા વેજીટેબલ નાખવા.

સ્ટેપ 4

હવે એક બાઉલમાં દહીં લઈ તેમાં ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર અને મીઠું નાખી પેસ્ટ બનાવી કુક વેજીટેબલ માં ઉમેરી મિક્સ કરીને થોડી મિનિટ રહેવા દો.

સ્ટેપ 5

હવે પેનમાં ઘી મૂકી તેમાં કાજુ તળી લો. એક પ્લેટમાં કાઢી લો. હવે એક કુકર લઈ પછી તેમાં બાફેલા રાઈસ નાખી તેના ઉપર કુક વેજીટેબલ મસાલા નાખી તેના ઉપર કેસરવાળું દૂધ રેડી દો.

સ્ટેપ 6

હવે ફરીથી તેના ઉપર બાફેલા રાઈસ નાખી તેના ઉપર કુક વેજીટેબલ મસાલા નાખી કેસરવાળું દૂધ રેડી દો. હવે એક તવો ગરમ કરી તેના ઉપર કુકર મૂકી તેને બંધ કરી ત્રણ મિનિટ ધીમા તાપે ઢાંકીને થવા દો. ગેસ બંધ કરો.હવે બધું મિક્સ કરી હલાવી દો.

સ્ટેપ 7

આ રીતે તમારી વેજ બિરયાની તૈયાર થઇ જશે. તેના ઉપર બિરસ્તો, મસાલા સીંગ અને કોથમીર નાખી સર્વ કરો.