Jun 30, 2025
નૂડલ્સ નાનાથી લઇને મોટા સુધી મોટાભાગના લોકોને ઘણા ભાવે છે. તેને વેજિટેબલ્સ સાથે બનાવીને ખાવામાં આવે તો સ્વાદ વધી જાય છે.
બહારના નૂડલ્સ અનહેલ્ધી હોય છે. જોકે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. અમે અહીં વેજ હક્કા નૂડલ્સની રેસીપી જણાવી રહ્યા છીએ.
નૂડલ્સ, કોબીજ , ગાજર , કેપ્સીકમ , કોબી, ડુંગળી, સોયા સોસ, વિનેગર, મીઠું, રેડ ચીલી સોસ, તેલ, આદુ મરચાંની પેસ્ટ, લીલા મરચા, પાણી, કાળા મરી.
નૂડલ્સને બાફવા માટે સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં પાણી ગરમ કરવા મુકો. પછી તેમાં મીઠું અને તેલ નાખી ઉકાળવું. ત્યાર બાદ તેમાં નુડલ્સ નાખી ચડવા દો.
આ દરમિયાન વચ્ચે વચ્ચે થોડા નૂડલ્સ હલાવતા રહો. તે બોઇલ થઇ જાય એટલે ચારણીમા કાઢી નૂડલ્સ ઉપર ઠંડુ પાણી રેડી દેવું.
આ પછી એક મોટી કડાઇ લો અને તેને ગેસ પર મુકો અને તેમાં તેલ નાખો. ત્યારબાદ તેમાં આદુ, લસણના ટુકડા, લીલા મરચા અને સમારેલી ડુંગળી નાખી ગેસની હાય ફ્લેમ પર કુક કરો.
આ પછી તેમાં ગાજર, કોબી અને કેપ્સીકમ નાખી ગેસની હાય ફ્લેમ પર સારી રીતે મિક્સ કરી લેવા.
આ પછી તેમાં સોયા સોસ, વિનેગર, અને રેડ ચીલી સોસ એડ કરવો. આ પછી મીઠું અને કાળા મરી એડ કરી સારી રીતે મિક્સ કરો.
ત્યારબાદ તેમાં નૂડલ્સ નાખવા અને સારી રીતે મિક્સ કરી લેવા. આ રીતે હકકા નુડલ્સ તૈયાર થઇ જશે.