વેજ હુક્કા નૂડલ્સ રેસીપી, રેસ્ટોરન્ટ જેવો આવશે ચટાકેદાર સ્વાદ

Apr 23, 2025, 07:25 PM

નૂડલ્સ રેસીપી

નૂડલ્સ નાનાથી લઇને મોટા સુધી મોટાભાગના લોકોને ઘણા ભાવે છે. તેને વેજિટેબલ્સ સાથે બનાવીને ખાવામાં આવે તો સ્વાદ વધી જાય છે.

નૂડલ્સ ઘરે બનાવો

બહારના નૂડલ્સ અનહેલ્ધી હોય છે. જોકે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. અમે અહીં વેજ હુક્કા નૂડલ્સની રેસીપી જણાવી રહ્યા છીએ.

વેજ હક્કા નૂડલ્સ સામગ્રી

નૂડલ્સ, કોબીજ , ગાજર , કેપ્સીકમ , કોબી, ડુંગળી, સોયા સોસ, વિનેગર, મીઠું, રેડ ચીલી સોસ, તેલ, આદુ મરચાંની પેસ્ટ, લીલા મરચા, પાણી, કાળા મરી.

વેજ હક્કા નૂડલ્સ બનાવવાની રીત

નૂડલ્સને બાફવા માટે સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં પાણી ગરમ કરવા મુકો. પછી તેમાં મીઠું અને તેલ નાખી ઉકાળવું. ત્યાર બાદ તેમાં નુડલ્સ નાખી ચડવા દો.

સ્ટેપ 2

આ દરમિયાન વચ્ચે વચ્ચે થોડા નૂડલ્સ હલાવતા રહો. તે બોઇલ થઇ જાય એટલે ચારણીમા કાઢી નૂડલ્સ ઉપર ઠંડુ પાણી રેડી દેવું.

સ્ટેપ 3

આ પછી એક મોટી કડાઇ લો અને તેને ગેસ પર મુકો અને તેમાં તેલ નાખો. ત્યારબાદ તેમાં આદુ, લસણના ટુકડા, લીલા મરચા અને સમારેલી ડુંગળી નાખી ગેસની હાય ફ્લેમ પર કુક કરો.

સ્ટેપ 4

આ પછી તેમાં ગાજર, કોબી અને કેપ્સીકમ નાખી ગેસની હાય ફ્લેમ પર સારી રીતે મિક્સ કરી લેવા.

સ્ટેપ 5

આ પછી તેમાં સોયા સોસ, વિનેગર, અને રેડ ચીલી સોસ એડ કરવો. આ પછી મીઠું અને કાળા મરી એડ કરી સારી રીતે મિક્સ કરો.

વેજ હક્કા નૂડલ્સ તૈયાર

ત્યારબાદ તેમાં નૂડલ્સ નાખવા અને સારી રીતે મિક્સ કરી લેવા. આ રીતે હકકા નુડલ્સ તૈયાર થઇ જશે.